* આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પ્રેગનન્સીની તસ્વીર શેર કરી : માતા, નણંદ, ફેન્સે અભિનંદન આપ્યા
મુંબઇ : બોલિવુડના એકટર-એકટ્રેસ રણબીર કપુર અને આલિયા ભટ્ટના થોડા દિવસ પહેલા લગ્ન યોજાયા હતા. હવે બોલિવુડના કપુર ખાનદાર અને આલિયા-રણબીરના ફેન્સ માટે ગુડ ન્યુઝએ આવ્યા છે કે બંનેના ઘેર પારણું બંધાશે.
આલિયા પ્રેગ્નન્ટ હોવાની ખબરો બહાર આવી છે ! બોલીવુડનું આ હોટ કપલ હવે મમ્મી-પપ્પા બનવા થઇ રહ્યું છે. આલિયાએ પોતે જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટગ્રામ પર આ ગુડ ન્યુઝ આપ્યા છે. પોતે પ્રેગ્નન્ટ હોવાની ખુશખબર તસ્વીર શેર કરીને આપી છે. આલિયાએ આ ખબર પોસ્ટ કરીને લખ્યું છે. હમારા બેબી જલ્દ આ રહા હૈ. આલિયા હોસ્પિટલના બેડ પર ખુશ દેખાઇ રહી છે અને બાજુમાં રણબીરકપૂર બેસેલા જોવા મળે છે. અન્ય ફોટો સિંહ યુગલ અને તેના બચ્ચાનો જોવા મળે છે.
આલિયાના આ પોસ્ટ શેર થતા જ બધા તે અભિનંદન આપવા લાગ્યા છે. આલિયાની માતા સોની રાજદાન, મૌની રોય સહિત અનેક લોકોએ ખુશી વ્યકત કરી છે. ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરના લગ્ન 14 એપ્રિલે થયા હતા. જોકે આલિયા અને રણબીરના ફેન્સને હજુ પણ વિશ્ર્વાસ નથી આવતો. એમને લાગે છે કે આ તેમની આામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સાથે જોડાયેલું કોઇ અપડેટ હોઇ શકે છે.
આલિયાની આ પોસ્ટ પર રણબીરની બહેન રિધ્ધિમાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે.