મુંબઈ: ઝી ટીવીના લોકપ્રિય ટીવી શો ડાન્સ ઈન્ડીયા ડાન્સ લિટલ માસ્ટર્સની સીઝન-5માં આસામનો નાબોજીત નારજારી વિજેતા બન્યો છે. માત્ર 9 વર્ષની ઉંમરે તેણે આ કમાલ કરી દેખાડી છે.
નોબોજીતે તેના ડાન્સીંગ સ્ટેટસથી દર્શકોની સાથે સાથે જજીસના પણ દિલ જીતી લીધા હતા. નોબોજીત ફ્રી સ્ટાઈલ, હિપહોપની સાથે અલગ અલગ ડાન્સ સ્ટાઈલથી પણ સૌ કોઈને આશ્ર્ચર્યચકીત કરી ચૂકયો છે. નવ વર્ષના નોબોજીતે બે વર્ષથી ડાન્સ સ્કીલ માટે સખત તાલીમ લીધી હતી.
ફાઈનલ ટોપ 5 વચ્ચે જોરદાર મુકાબલો હતો: ડીઆઈડી લિટલ માસ્ટર્સ માટે દર વખતની જેમ આ વખતે પણ અનેક બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી 15ની પસંદગી થઈ હતી. ત્રણ મહિનાની સખત ટકકર બાદ 26 જૂને ગ્રાન્ડ પ્રીમીયર એપીસોડમાં સાગર, નોબોજીત, અપ્પન, આધ્યાત્રી અને ઈશિતા ટોપ 5 ક્ધટેન્સ્ટન્ટ પહોંચ્યા હતા અને ફાઈનલમાં પર્ફોર્મ કર્યું હતું, જેમાં નોબોજીતને વિનર તરીકે પસંદ થયો હતો.
‘જુગ જુગ જિયો’ ફિલ્મની ટીમ પણ રહી હાજર: સ્પર્ધકોનો ઉત્સાહ વધારવામાં ગ્રાન્ડ ફિનાલેમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની ટીમ ઉપસ્થિત હતી. જેમાં અનિલ કપુર, કિયારા અડવાણી, વરુણ ધવન, પ્રાજકતા કોલી અને મનીષ પોલે શોમાં બાળકો સાથે મસ્તી કરી હતી.
વિનર નોબોજીતે ડીઆઈડી લિટલ માસ્ટર્સની ટ્રોફી સ્વીકારતા કહ્યું હતું કે મેં જે સપના જોયા હતા તે બધું જ મને ડીઆઈડી લિટિલ માસ્ટર્સે આપ્યું છે.