આયર્લેન્ડની કડકડતી ઠંડીમાં મેચ રમ્યા ભારતીયો: ચહલે કહ્યું, રીતસરનો ઠુંઠવાઈ ગયો !

27 June 2022 05:43 PM
India Sports World
  • આયર્લેન્ડની કડકડતી ઠંડીમાં મેચ રમ્યા ભારતીયો: ચહલે કહ્યું, રીતસરનો ઠુંઠવાઈ ગયો !

નવીદિલ્હી, તા.27
હાર્દિક પંડ્યાએ આંતરરાષ્ટ્રીય કેપ્ટન તરીકે જીતથી પોતાની કારકીર્દિનો પ્રારંભ કર્યો છે. તેની આગેવાનીમાં ભારતે આયર્લેન્ડને બે ટી-20 શ્રેણીના પહેલાં મુકાબલામાં આસાન જીત મેળવી છે. વરસાદથી બાધીત આ મેચમાં જીતનો હિરો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ રહ્યો તેણે મેચમાં વિકેટ તો એક જ લીધી પરંતુ ચુસ્ત બોલિંગને કારણે પ્લેયર ઑફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. જીત બાદ ચહલે અજીબોગરીબ નિવેદન આપ્યું છે. તેનું આ નિવેદન આયર્લેન્ડની ઠંડીને લઈને હતું જેનું સીધું કનેક્શન હાર્દિક પંડ્યા સાથે પણ જોડાયેલું હતું.

ચહલે મેચ બાદ કહ્યું કે તેને હાર્દિકને કારણે વધુ ઠંડી લાગી છે. આ પાછળનું કારણ શું છે તે પણ જાણી લેવું જોઈએ. યુઝવેન્દ્ર ચહલે આયર્લેન્ડ વિરુદ્ધ પહેલાં ટી-20માં 3 ઓવરમાં 11 રન આપીને એક વિકેટ લીધી હતી. તેની ઈકોનોમી 3.66 રહી હતી જે બાકી ભારતીય બોલરોથી ઘણી ઓછી છે. ચહલે મેચ બાદ કહ્યું કે આયર્લેન્ડનું વાતાવરણ એટલું ઠંડું છે કે અહીં બોલિંગ કરવી મુશ્કેલ થઈ રહી છે.

મને લાગી રહ્યું હતું કે હું ફિંગર સ્પિનર બની ગયો છું પરંતુ હવે મારે અહીંની સ્થિતિમાં ઢળવું પડશે. ચહલે આ પછી હાર્દિકની કેપ્ટનશિપને લઈને કહ્યું કે હાર્દિકની આગેવાનીમાં ટીમનો માહોલ એકદમ ઠંડો છે. તે મને અને અન્ય ખેલાડીઓને ખુલીને પોતાનો પ્લાન અમલમાં લાવવાની આઝાદી આપે છે. તેના કારણે ટીમનું તાપમાન પણ ગગડ્યું છે અને ત્રણ-ત્રણ સ્વેટર પહેરવા છતાં પણ કામ ચાલી રહ્યું નથી.


Related News

Loading...
Advertisement
Advertisement