આલેલે...ભુવનેશ્વર કુમારે ફેંક્યો 208ની ઝડપે બોલ !!

27 June 2022 05:49 PM
India Sports
  • આલેલે...ભુવનેશ્વર કુમારે ફેંક્યો 208ની ઝડપે બોલ !!

નવીદિલ્હી, તા.27
ભારત-આયર્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટી-20 મેચમાં અત્યંત ખાસ નજારો જોવા મળ્યો હતો. જેમણે આ નજારો જોયો તેમણે તેમની આંખો ઉપર વિશ્વાસ થયો નહોતો. આ પાછળ વ્યાજબી કારણ પણ છે. હવે જો કોઈ કહે કે ભુવનેશ્વર કુમાર સૌથી ફાસ્ટ બોલ ફેંકી શકે છે તો કોઈને પણ ભરોસો નહીં થાય. ઉમરાન મલિકનું નામ આવે તો લોકો જરૂર આ વાતને માની લેશે કેમ કે તેની તાકાત જ તેની રફ્તાર છે.

સ્પીડોમીટર પર ભુવનેશ્વર કુમારના એક બોલની રફ્તાર 208 કિ.મી. પ્રતિ કલાક માપવામાં આવી હતી. જ્યારે સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ ધરાવતો શોએબ અખ્તર પણ આટલી ઝડપે બોલ ફેંકી શક્યો નથી. તેની મહત્તમ સ્પીડ 170 કિ.મી.પ્રતિ કલાક જ છે. ભુવનેશ્વર કુમારની આ ઝડપી બોલ પાછળ સ્પીડોમીટરમાં આવેલી ટેકનીકલી ગરબડ છે.

ભુવનેશ્વર કુમારે મેચની પહેલી ઓવર ફેંકી હતી અને આ ઓવરના પહેલાં જ બોલની રફ્તાર સ્પીડોમીટરમાં 201 કિ.મી. બતાવાઈ હતી. આ ઓવરમાં જ સ્પીડોમીટરે ફરી એક વખત ભુવનેશ્વરના બોલની ઝડપ 208 કિ.મી.પ્રતિ કલાક ગણાવી દીધી હતી જે વિશ્વ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકનારા શોએબ અખ્તરની 161.3 કિ.મી. પ્રતિ કલાક કરતાં અનેક ઘણી વધુ હતી. આ ઘટના જોઈ-સાંભળીને સોશ્યલ મીડિયા ઉપર મીમ્સનું પૂર આવી ગયું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement