ભાવનગર: વિદ્યાર્થિનીઓને ભાજપમાં જોડાવવાનો આદેશ કરવો કોલેજના આચાર્યને ભારે પડી ગયો : પદ પરથી રાજીનામું આપવું પડ્યું

27 June 2022 11:59 PM
Bhavnagar Politics Saurashtra
  • ભાવનગર: વિદ્યાર્થિનીઓને ભાજપમાં જોડાવવાનો આદેશ કરવો કોલેજના આચાર્યને ભારે પડી ગયો : પદ પરથી રાજીનામું આપવું પડ્યું
  • ભાવનગર: વિદ્યાર્થિનીઓને ભાજપમાં જોડાવવાનો આદેશ કરવો કોલેજના આચાર્યને ભારે પડી ગયો : પદ પરથી રાજીનામું આપવું પડ્યું
  • ભાવનગર: વિદ્યાર્થિનીઓને ભાજપમાં જોડાવવાનો આદેશ કરવો કોલેજના આચાર્યને ભારે પડી ગયો : પદ પરથી રાજીનામું આપવું પડ્યું

કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા માંગ, કોના આદેશથી આવી નોટિસ જાહેર કરી હતી તે અંગે કુલપતિ પાસે માહિતી માંગી

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.27
મોટા ભાગે સ્કૂલના શિક્ષકો રાજકારણથી દૂર રહેતા હોય છે પણ ભાવનગર શહેરની ન.ચ. ગાંધી મહિલા કોલેજના આચાર્યએ એક પરિપત્ર જાહેર કરી કોલેજની વિદ્યાર્થિનીઓને ભાજપના સભ્ય બનવા આદેશ કરતાં ચકચાર મચી જવા પામી છે. દરમિયાન ભારે હોબાળો થતાં ઇન્ચાર્જ આચાર્ય એ રાજીનામું આપી દેવું પડ્યું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં આવેલી ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને એક નોટિસ પાઠવી શૈક્ષણિક સંસ્થાને બદલે જાણે આ કોલેજ ભાજપની એક સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થિનીઓને આદેશ આપવામાં આવ્યો છે તેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ તેમજ સેનેટ સભ્યો દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આજે તા. 27 જુને સોમવારે બપોરે આ કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા અને કોના આદેશથી આવી નોટિસ જાહેર કરવામાં આવી છે, તેની માહિતીની માંગ યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ કચેરી ખાતે કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આ વિવાદિત નોટિસને પણ સાથે જાહેર કરી છે. આ નોટિસમાં ભાજપની પેઈઝ કમીટીમાં સભ્ય થવા કોર્પો.ની હદમાં રહેતી વિદ્યાર્થિનીઓને આદેશ કરાયો હોય તેમ જણાવ્યું છે કે, ફોટા, મોબાઈલ અને અન્ય આધાર સાથે કોલેજમાં આવવું.

આ બનાવે શૈક્ષણિક જગતમાં પણ ચકચાર જગાવી છે. દરમિયાન આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને હોબાળો થયા બાદ કોલેજના ઈન્ચાર્જ આચાર્યએ રાજીનામું આપી દીધું છે.


Related News

Loading...
Advertisement
Advertisement