ન્યુ ઇન્ડિયા : G-7 સમિટમાં દેખાયો મોદીનો દબદબો : મેક્રોન સાથે ચાય પે ચર્ચા, બાઇડન સામેથી મળવા આવ્યા - ખડખડાટ હસ્યા, કેનેડાના PMએ માન આપ્યું

28 June 2022 12:21 AM
India World
  • ન્યુ ઇન્ડિયા : G-7 સમિટમાં દેખાયો મોદીનો દબદબો : મેક્રોન સાથે ચાય પે ચર્ચા, બાઇડન સામેથી મળવા આવ્યા - ખડખડાટ હસ્યા, કેનેડાના PMએ માન આપ્યું

જર્મની : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના એલમાઉ પહોંચ્યા છે. અહીં પીએમ નરેન્દ્ર મોદીનો પ્રતાપ જોવા મળી રહ્યો છે. તેમના પ્રવાસની ઘણી તસવીરો સામે આવી છે. સમિટ દરમિયાન એવી ઘણી ક્ષણો આવી હતી જેને ભારતના વધતા કદ તરીકે જોવામાં આવી રહી છે. આ દરમિયાન એવું પણ જોવા મળ્યું હતું કે યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન પીએમ મોદી સાથે હાથ મિલાવવા પાછળ દોડી આવ્યા હતા. પીએમ મોદીએ તેમની સાથે ખૂબ જ ઉષ્મા સાથે હાથ મિલાવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
PM નરેન્દ્ર મોદી જર્મનીના શ્લોસ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ચા પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના એલમાઉ પહોંચ્યા છે. અહીં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી, G-7 ના સભ્યો અને મુલાકાતી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ પણ સાથે ફોટા પડાવ્યા.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ, એનર્જી અને હેલ્થ પર જી-7 સત્રમાં ગ્રીન ડેવલપમેન્ટ, ક્લીન એનર્જી, સસ્ટનેબલ જીવનશૈલી અને વૈશ્વિક સુખાકારી તરફ ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.

PM નરેન્દ્ર મોદીએ G-7 સમિટ દરમિયાન મ્યુનિકમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી. આ દરમિયાન બંને દેશોના નેતાઓએ ભારત અને આર્જેન્ટિના વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

Related News

Loading...
Advertisement
Advertisement