ડીઆઈડી લિટિલ માસ્ટર વિનર નોબોજિત કહે છે-રોજ 14 કલાક મહેનત કરતો હતો

28 June 2022 10:31 AM
Entertainment
  • ડીઆઈડી લિટિલ માસ્ટર વિનર નોબોજિત કહે છે-રોજ 14 કલાક મહેનત કરતો હતો

હું મારી પ્રાઈઝ મનીથી આસામમાં ડાન્સ સ્કૂલ ખોલીશ: નોબોજિત

મુંબઈ,તા.28
ડીઆઈડી લિટિલ માસ્ટરનો બિનર 9 વર્ષનો નોબોજિત કહે છે. હું ખૂબ જ ખુશ છું. મારા વિનર હોવાની સૌથી વધુ ખુશી મારા ડાન્સ ટિચરને થઈ છે.અમે ખૂબ જ મહેનત કરી હતી. અમારું રિહર્સીલ સવારે 10 વાગ્યાથી શરૂ થતું હતું. અન રાત્રે 12 વાગ્યે પુરું થતું હતું. કયારેક તો રાત્રે વધુ મોડું થતું હતું:

અને ઉંઘ આવતી તો હું મો પર પાણી છાંટીને ઉંઘ ઉડાડતો હતો જયારે પણ મને મમ્મી -પપ્પા કે આસામના મારા મિત્રોની યાદ આવતી તો હું બાથરૂમમાં છુપાઈ રડતો હતો. એક દિવસ મારા હાથમાં ઈજા થઈ હતી અને મારું શુટીંગ હતું: તે દિવસે મે દવા ખાઈને શૂટીંગ કર્યું હતું. નોબોજિત કહે છે. કે હું પાંચ લાખની પ્રાઈઝ મનીથી મારા ડાન્સ ટિચર માટે ડાન્સ સ્કૂલ જોવા માંગું છું.

મારા ડાન્સ ટિચરે શીખાવ્યું છે કે જયારે પણ નર્વસ થાઉં તો લાંબો શ્ર્વાસ લેવો, જયારે રિઝલ્ટની પહેરાત થતી હતી ત્યારે હું ખુબ જ નર્વસ હતો ત્યારે મેં લાંબો શ્ર્વાસ લીધા બાદમાં મંચ પરથી વિનર માટે મારા નામની જાહેરાત થઈ. નોબોજિત કહે છે.રેમાં સર મને ડાન્સનું એલાર્મ અને બાહુબલી કહીને બોલાવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement