G7 Summit : ચીનના BRI પ્રોજેકટને પડકારવા માટે 600 અરબ ડોલરના રોકાણ થશે, ભારત માટે બાઈડનની મોટી જાહેરાત

28 June 2022 11:44 AM
World
  • G7 Summit : ચીનના BRI પ્રોજેકટને પડકારવા માટે 600 અરબ ડોલરના રોકાણ થશે, ભારત માટે બાઈડનની મોટી જાહેરાત

જી-7ના નેતાઓએ વિકાસશીલ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટસના વિકાસ માટે નાણાં એકત્ર કરવા અંગે પણ ચર્ચા કરી

મ્યુનિક, તા.28
જર્મનીમાં જી-7 સમિટમાં બીજા દિવસે યુક્રેન-રશિયા યુદ્ધ ઉપરાંત વિકાસશીલ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટસના વિકાસ, ખાદ્ય સુરક્ષા અને આતંકવાદ સહિત વિવિધ મહત્વપૂર્ણ વૈશ્ર્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન, જી-7 નેતાઓએ વિકાસશીલ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટસના વિકાસ માટે નાણાં એકત્ર કરવા અંગે પણ ચર્ચા કરી હતી. જી-7 નેતાઓએ જાહેરાત કરી છે કે વર્ષ 2027 સુધીમાં આ માટે 600 અરબ ડોલર ફાઇનાન્સ એકત્ર કરવામાં આવશે.

ભારત વિશે જો બાઈડનની જાહેરાત
આ દરમિયાન જો બિડેને ભારત વિશે કહ્યું કે, અમેરિકન ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએફસી) વેન્ચર કેપિટલ ફંડ ઓમ્નિવોર એગ્રીટેક અને ક્લાઇમેટ સસ્ટેનેબિલિટી ફંડ-3માં 3 કરોડ ડોલરનું રોકાણ કરશે. જેનો ઉપયોગ ભારતમાં કૃષિ, ખાદ્ય પ્રણાલી, આબોહવા અને ગ્રામીણ અર્થતંત્રને લગતા સાહસોમાં રોકાણ કરવા માટે કરવામાં આવશે.

પીડીઆઈઆઈ એ જી-7 દેશોનો ચીનને જવાબ
જી-7 દેશોની આ પહેલને ચીનના જવાબ તરીકે જોવામાં આવી રહી છે. વાસ્તવમાં, ચીને ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ (બીઆરઆઈ) યોજના હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટસ માટે ઘણા દેશોને પહેલેથી જ મોટી લોન આપી છે. જી-7 દેશોની આ યોજનાને ચીનની આ યોજનાના જવાબ તરીકે જોવામાં આવી રહી છે. બીઆરઆઈ યોજના હેઠળ ચીન વિકાસશીલ દેશોને પોર્ટ, રોડ અને પુલ બનાવવા માટે લોન આપે છે.

વિકાસશીલ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ્સમાં રોકાણ
નોંધપાત્ર રીતે, ‘ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપ’ (પીડીઆઈઆઈ) સ્કીમનું રવિવારે સમિટમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પીડીઆઈઆઈ બધા માટે ફાયદાકારક સાબિત થશે. તેણે એક ટ્વિટ પણ કર્યું. જેમાં તેમણે કહ્યું કે, જી-7 દેશો મળીને 2027 સુધીમાં લગભગ 600 અરબ ડોલર એકત્ર કરશે. જેનો ઉપયોગ વિકાસશીલ દેશોમાં મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટસમાં થશે. આ પ્રોજેકટસ લોકોનું જીવન વધુ સારું બનાવશે અને તેમના માટે ખરેખર ફાયદાકારક સાબિત થશે. તેમણે કહ્યું કે, આનાથી તમામ દેશોની અર્થવ્યવસ્થાને મદદ મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement