સંક્રમણ ઘટ્યું : ભારતમાં કોરોનાના નવા 11793 કેસ, 27 મોત

28 June 2022 11:49 AM
Health India
  • સંક્રમણ ઘટ્યું : ભારતમાં કોરોનાના નવા 11793 કેસ, 27 મોત

નવી દિલ્હી,તા. 28
ભારતમાં કોરોનાના કેસોમાં ચડાવ-ઉતાર ચાલુ રહ્યો હોય તેમ આજે ફરી એક વખત નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ ગયો હતો. છેલ્લા 24 કલાકમાં 11,793 કેસ નોંધાયા હતા. તેની સામે રિકવર દર્દીઓની સંખ્યા વધી ગઇ હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11793 કેસ નોંધાયા હતા તે ગઇકાલનાં 17,073ની સરખામણીએ ઘણા ઓછા હતા. એક દિવસમાં 27 લોકોના મોત નિપજ્યા છે. મુંબઈમાં દૈનિક કેસ 1062 નોંધાયા હતા જ્યારે આઠ લોકોના મોત નિપજ્યા હતા.

પાટનગર દિલ્હીમાં દૈનિક કેસની સંખ્યા 628 થઇ હતી જેની સામે 1011ની રિકવરી હતી. પાટનગરમાં કોરોનાથી 3 લોકોનો ભોગ લેવાયો હતો. ભારતની જેમ વિશ્ર્વના અન્ય કેટલાક દેશોમાં પણ કોરોનાના કેસોમાં વધારો થવા લાગ્યો છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ સંક્રમણ વધવા લાગ્યાને પગલે સરકાર દ્વારા ડોમેસ્ટીક ફલાઈટમાં માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવી દેવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement