મોદી ફરી આવશે ગુજરાત: 4 જૂલાઈએ ગાંધીનગરમાં ‘ડિઝિટલ ઈન્ડિયા વીક’નું કરશે ઉદ્ઘાટન

28 June 2022 01:15 PM
Gujarat
  • મોદી ફરી આવશે ગુજરાત: 4 જૂલાઈએ ગાંધીનગરમાં ‘ડિઝિટલ ઈન્ડિયા વીક’નું કરશે ઉદ્ઘાટન

4થી 7 જૂલાઈ દરમિયાન ચાલનારા કાર્યક્રમમાં ડિઝિટલ ક્ષેત્રના અનેક પ્રોજેક્ટ મુકાશે: મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ

રાજકોટ, તા.28
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓની અહીંની મુલાકાતમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને પોતાના હોમગ્રાઉન્ડ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વધી રહી છે ત્યારે તેઓ જૂલાઈ મહિનાના પ્રારંભે ફરી ગુજરાત આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિઝિટલ ઈન્ડિયા વિકનું 4 જૂલાઈથી 7 જૂલાઈ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હોય તેનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ડિઝિટલ ક્ષેત્રના અનેક પ્રોજેક્ટ મુકવામાં આવનાર હોય ત્યારે આ કાર્યક્રમની તૈયારીઓને લઈને પણ જોરદાર ધમધમાટ ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણો દરમિયાન અનેક વખત લોકોને ડિઝિટલાઈઝેશન ઉપર ભાર આપવાનો આગ્રહ કર્યો છે

અને તેમના આ આગ્રહ બાદ મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યા છે. બીજી બાજુ ડિઝિટલ ક્ષેત્રને દરરોજ નવી-નવી ક્રાંતિ અને શોધ પણ થઈ રહી હોવાથી આવનારો સમય ટેક્નોલોજી માટે અત્યંત મહત્ત્વનો બની રહેવાનો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. બીજી બાજુ પોતાના વતનમાં જ ડિઝિટલ ઈન્ડિયા વિકનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હોવાથી તેનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે થવું સ્વાભાવિક છે. આ કાર્યક્રમ માટે મોદી ફરી ગુજરાત આવી રહ્યા હોય નેતાઓ પણ દોડધામ થયેલી જોવા મળી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement