ક્રેડિટ કાર્ડથી 1.14 લાખ કરોડનું પેમેન્ટ : રેકોર્ડ

28 June 2022 01:20 PM
Business Top News
  • ક્રેડિટ કાર્ડથી 1.14 લાખ કરોડનું પેમેન્ટ : રેકોર્ડ

આર્થિક પ્રવૃતિ વેગ પકડતા તથા વેકેશન પ્રવાસો ખીલ્યા હોવાથી મે મહિનામાં નવો રેકોર્ડ સર્જાયો

નવી દિલ્હી,તા. 28
કોરોના કાળ પછી આર્થિક પ્રવૃતિ સતત વધતી રહી હોય તેમ ક્રેડીટ કાર્ડ મારફત પેમેન્ટ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટ મુજબ મે મહિનામાં લોકોએ 1,14,000 કરોડનું પેમેન્ટ ક્રેડીટ કાર્ડ મારફત કર્યું હતું જે માસિક ધોરણે 8 ટકા અને વાર્ષિક ધોરણે 118 ટકાની વૃધ્ધિ સૂચવે છે.

રિઝર્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે ક્રેડીટ કાર્ડ મારફત નાણાકીય વ્યવહારો બહુ મજબૂત રીતે વધી રહ્યા છે અને મે-2022માં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. રીટેઇલ અર્થતંત્ર વૃધ્ધિ પામી રહ્યાનું સૂચવાઈ રહ્યું છે જો કે આવતા મહિનામાં વ્યાજ દરમાં વધારાનો સીલસીલો જારી રહેવાનો છે ત્યારે ક્રેડીટ કાર્ડ પેમેન્ટનો વૃધ્ધિ દર જળવાઈ છે કે કેમ તેના પર નિષ્ણાંતોની નજર છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ક્રેડીટ કાર્ડ પેમેન્ટની વૃધ્ધિ છેલ્લા ત્રણમાં વાર્ષિક ધોરણે 23 ટકા થઇ છે. ઇન્ડુઇન્ડ બેન્ક અને કોટક બેન્કમાં માસિક ધોરણે સૌથી વધુ 17 અને 15 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે અન્ય બેન્કોનો વૃધ્ધિ દર સરેરાશ 4.9 ટકાનો છે.

3વર્ષના ધોરણે આઈસીઆઈસીઆઈ બેન્કનો વૃધ્ધિ દર સૌથી વધુ 48 ટકાનો રહ્યો છે.જ્યારે આરબીએલ બેન્કના ક્રેડીટકાર્ડથી પેમેન્ટનો દર 38 ટકાના દરે વધારો સૂચવે છે. બેન્કરોના કહેવા પ્રમાણે કોરોનાકાળ પછી આ વર્ષે પ્રવાસન ઉદ્યોગ અસામાન્ય રીતે ખીલ્યો હતો અને તેને કારણે કાર્ડ મારફત પેમેન્ટમાં મોટી વૃધ્ધિ થયાનું માનવામાં આવી રહ્યું છે. હવાઈ સહિતનાં ભાડામાં વૃધ્ધિને કારણે રકમ પણ મોટી થઇ છે. આ સિવાય મોલ અને દુકાનોમાં પણ ખરીદી-આર્થિક પ્રવૃતિ વધી હોવાના કારણે કાર્ડ પેમેન્ટમાં વધારો થયો છે. મે મહિનામાં 71429 કરોડનો ઓનલાઇન ખર્ચ થયો હતો. જો કે તેમાં ક્રેડીટ કાર્ડ પેમેન્ટનો હિસ્સો 42266 કરોડનો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement