સૌરાષ્ટ્ર-ગુજરાતનાં એક ડઝન બંદરો ઉપર 3 નંબરનાં સિગ્નલ : માચ્છીમારોને ચેતવણી

28 June 2022 01:33 PM
Gujarat Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-ગુજરાતનાં એક ડઝન બંદરો ઉપર 3 નંબરનાં સિગ્નલ : માચ્છીમારોને ચેતવણી

દરિયો તોફાની બનવા સાથે કાંઠાનાં વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવો પવન ફુંકાશે : રાજયમાં ગઇકાલે માત્ર ઝાપટાથી માંડી 2 ઇંચ સુધીનો વરસાદ પડયો

રાજકોટ, તા.28
અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેશર નબળુ પડતા ગઇકાલે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદ જોર સાવ ઓછું થઇ ગયું હતું. ગઇકાલે ડાંગમાં માત્ર ર, નવસારીનાં ખગ્રામ અને તાપીના વ્યારામાં એક, તાપી અને સુરતમાં માત્ર 0॥ ઇંચ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા.

દરમ્યાન હવામાન વિભાગે આજથી તા. 1 જુલાઇ સુધી દરિયાકાંઠાનાં વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવા ઝડપી પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે અને સૌરાષ્ટ્ર-ગુજરાતનાં એક ડઝન બંદરો ઉપર 3 નંબરનાં સિગ્નલ લગાવી માચ્છીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઇ છે. હવામાન વિભાગ અનુસાર, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

તથા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શકયતા છે. જૂનાગઢમાં પણ ભારે વરસાદની સંભાવના સેવાઇ રહી છે. ત્યાં જ જખૌ, માંડવી પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચમાં પણ 3 નંબર સિગ્નલ લગાવાયું છે. હાલમાં વલસાડમાં દરિયો તોફાની બન્યો છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ વિભાગે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચના આપી છે.


Related News

Loading...
Advertisement
Advertisement