મારૂતી અલ્ટો-વેગનઆર જેવી નાની કારનું ઉત્પાદન બંધ કરી દેશે?

28 June 2022 03:08 PM
Business India
  • મારૂતી અલ્ટો-વેગનઆર જેવી નાની કારનું ઉત્પાદન બંધ કરી દેશે?

નાની કારમાં પણ ફરજીયાત છ એરબેગ જેવા નિયમોથી કિંમત સામાન્ય માણસની પહોંચ બહાર થવાનો ચેરમેન ભાર્ગવનો નિર્દેશ: નાની કારનું ઉત્પાદન બંધ કરતા કંપની અચકાશે નહી

નવી દિલ્હી તા.28
મોટી કારની જેમ નાની કારમાં પણ એરબેગ સહિતના સુરક્ષા ફીચર્સ આપવાના સરકારી આદેશને પગલે બજેટ કાર બનાવતી ઓટો કંપનીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સંજોગોમાં મારૂતી, અલ્ટો, વેગનઆર જેવી નાની કારનું ઉત્પાદન બંધ કરી દયે તેવી અટકળો વહેતી થવા લાગી છે.

મારૂતી સુઝુકીના ચેરમેન આર.સી.ભાર્ગવે જણાવ્યું હતું કે જો સરકારના નિતીગત નિર્ણયોને કારણે નાની કાર અવ્યવહારુ બની જાય તો કંપની ઉત્પાદન બંધ કરી દેતા અચકાશે નહી. સરકારી નિયમોથી નાના વાહનો મોંઘા થવાનું જોખમ છે અને તેની કિંમત સામાન્ય માણસની પહોંચની બહાર જઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વાહનવ્યવહાર મંત્રી નિતીન ગડકરીએ નાની કારમાં પણ છ એરબેગ આપવાનો આદેશ આપ્યો હતો અને આ માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવી રહ્યાનું પણ જાહેર કર્યુ હતું.

આ ફરજીયાત નિયમ વિશે મારૂતીના ચેરમેનને સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે આ કાયદાથી નાની કારના ભાવમાં વધારો થશે. સરકારનો આશય અકસ્માતમાં મૃત્યુ ઘટાડવાનો છે. પરંતુ તેનો કોઈ ઉકેલ મળી શકે તેમ નથી.તેમણે એવો દાવો કર્યો હતો કે નાની કારના વેચાણમાં કંપનીનો નફો એકદમ મામુલી હોય છે. કેન્દ્રીય પરિવહન મંત્રી તમામ કારમાં છ એરબેગ ફરજીયાત કરવામાં આવશે.

વાહન ચાલકોની સુરક્ષા માટે આ સેફટી ફીચર્સ લાગુ પાડવામાં આવશે. ભારતીય માર્ગોને સુરક્ષિત બનાવવાના પ્રયાસનો આ એક ભાગ છે. કેટલીક ઓટો કંપનીઓ છ એરબેગના નિયમનો વિરોધ કરી રહી છે. પરંતુ સરકાર અકસ્માતમાં જીવન બચાવવાના ઉદેશ સાથે જ આ નિયમો બનાવી રહી છે. છ એરબેગનો નિયમ લાગુ હોત તો 2020માં 13 હજાર લોકોના જીવ બચી શકયા હોત. ભારતમાં વિશ્ર્વના માત્ર 1 ટકા વાહનો છે પરંતુ અકસ્માતમાં મૃત્યુને ભેટતા લોકોનો હિસ્સો 10 ટકા છે.


Related News

Loading...
Advertisement
Advertisement