સરબજીતની બહેન દલબીર કૌરનું નિધન: એકટર રણદીપ હુડાએ કર્યા અંતિમ સંસ્કાર

28 June 2022 03:21 PM
Entertainment
  • સરબજીતની બહેન દલબીર કૌરનું નિધન: એકટર રણદીપ હુડાએ કર્યા અંતિમ સંસ્કાર

‘સરબજીત’ ફિલ્મમાં રણદીપ દલબીર કૌરનો ભાઈ બન્યો હતો, રિયલ લાઈફમાં પણ બન્નેના ભાઈ-બહેનના સંબંધો હતા: જાસૂસીના આરોપમાં પાક. જેલમાં બંધ સરબજીતનું મૃત્યુ થયું હતું

તરનતારન (પંજાબ) તા.28 : જાસૂસીના આરોપમાં પાકિસ્તાને જે ભારતીયને ફાંસીની સજા ફટકારેલી અને બાદમાં તેનું પાકિસ્તાનની જેલમાં નિધન થયેલું તે સરબજીતની બહેન દલબીર કૌરનું 60 વર્ષની વયે નિધન થયું છે. સરબજીતના જીવન પર હિન્દી ફિલ્મ પણ આવેલી જેમાં સરબજીતનું રણદીપ હુડ્ડાએ ભજવેલુ જ્યારે સરબજીતની બહેન દલબીર કૌરનું પાત્ર ઐશ્ર્વર્યા રાયે ભજવ્યું હતું.

ફિલ્મમાં દલબીર કૌરનો ભાઈ બનનાર અભિનેતા રણદીપ હુડ્ડાને દલબીર કૌરના નિધનના ખબર મળતા તે તરનતારનના ભીખીવિંડ ગામ પહોંચ્યો હતો. તે રિયલ લાઈમમાં પણ દલબીર કૌરને બહેન માનતો હતો. રણદીપે દલબીર કૌરને મુખાગ્નિ આપ્યો હતો અને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. રણદીપે ખૂબ જ ભાવુક થઈને સોશ્યલ મીડીયા પર તસ્વીરો પોસ્ટ કરી લખ્યું છે-

ઘેર જરૂર આવજે, તેમણે (દલબીર કૌર) છેલ્લે આ વાત કરી હતી, હું ગયો, બસ, તે ચાલી ગઈ હતી. એક ફાઈટર, બાળક જેવી ચપળ, દરેક ચીજ પ્રત્યે સમર્પિત. પોતાના પ્રેમાળ ભાઈ સરબજીતને બચાવવાની કોશીશ માટે એક સિસ્ટમ, એક દેશ, લોકો અને ખુદની સાથે લડી હતી. ઉલ્લેખનીય છે કે સરબજીતની જિંદગી પર બનેલી ફિલ્મ ‘સરબજીત’ 2016માં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement