ઠાકરેની વિદાયનું કાઉન્ટડાઉન: સાંજે કેબીનેટ; ફડણવીસ દિલ્હીમાં

28 June 2022 04:13 PM
India Maharashtra Politics
  • ઠાકરેની વિદાયનું કાઉન્ટડાઉન: સાંજે કેબીનેટ; ફડણવીસ દિલ્હીમાં

* બળવાખોર નેતા શિંદે પ્રથમવાર જાહેરમાં આવ્યા; શિવસેનામાં જ રહીશુ-હિન્દુત્વને આગળ વધારશું

રાજકોટ તા.28: મહારાષ્ટ્રનાં રાજકીય ધમાસાણમાં ઝડપભેર નવાનવા વળાંકો આવવા લાગ્યા છે અને મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની વિદાયનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા હોવાના સંકેતો ઉઠવા લાગ્યા છે. મુખ્યમંત્રી ઠાકરેએ સાંજે કેબીનેટ બેઠક બોલાવી છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચ્યા છે જયારે બળવાખોર ધારાસભ્ય મુંબઈ પરત આવવાની તૈયારી કરવા લાગ્યા છે. આસામના ગુવાહાટીમાં રહેલા શિવસેનાના બળવાખોર જુથના નેતા એકનાથ શિંદે રાજકીય કટોકટી બાદ આજે પ્રથમ વખત જાહેરમાં આવ્યા હતા અને તેવું જાહેર કર્યું હતું કે સમગ્ર જુથ શિવસેનામાં જ રહેવાનું છે.અમે જ સાચા શિવ સૈનિકો છીએ.

* રાજયપાલ પણ એકશનમાં; શકિત પરિક્ષણનો આદેશ કરે તેવી અટકળો વચ્ચે છેલ્લા ત્રણ દિવસનાં સરકારના આડેધડ નિર્ણયોની માહિતી માંગી

બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને તથા હિન્દુત્વના મુદ્દાને આગળ વધારવામાં આવશે. નવી રણનીતિ વિશે તુર્તમા જાહેરાત કરવામાં આવશે. એકનાથ શિંદે પ્રથમ વખત જાહેરમાં આવ્યા બાદ હવે તેઓ દિલ્હી જઈને ભાજપનાં ટોચના નેતાઓને મળે તેવી પણ અટકળો દર્શાવવામાં આવી રહી છે.મહારાષ્ટ્ર ભાજપનાં નેતા દેવેન્દ્ર ફડણવીસ તો દિલ્હી પહોંચી જ ગયા છે.ત્યાં તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરવાનાં છે. બીજી તરફ બળવાખોર જુથ દ્વારા વિધાનસભામાં શકિત પરિક્ષણ કરાવવા માંગ તેજ બનાવવામાં આવી છે.

રાજયપાલ ભગતસિંગ કોશીયારી પણ એકશનમાં આવ્યા હોય તેમ આ દિશામાં વિચારણા શરૂ થયાના સંકેત છે એટલુ જ નહિં ઠાકરે સરકાર દ્વારા 22 થી 24 જુનના ત્રણ દિવસ દરમ્યાન લેવાયેલા ઢગલાબંધ નિર્ણયોની માહિતી પણ માંગી છે. દરમ્યાન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે પણ પરિસ્થિતિ પારખી ગયા હોય અને બહુમતિ એકત્રીત કરવાનું મુશ્કેલ હોવાનું સ્વીકારવા લાગ્યા હોય તેમ આજે સાંજે પાંચ વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. સરકાર પાસે પર્યાપ્ત ધારાસભ્યો નથી એટલે રાજીનામું આપે તેવું એક વર્ગ માની રહ્યો છે. અગાઉ પણ ઉધ્ધવ ઠાકરેએ બે વખત રાજીનામા આપવાની તૈયારી કરી હતી.

* ભાજપ-બળવાખોર જુથની નવી ફોર્મ્યુલા પણ ઘડી લેવાયાના સંકેત: ફડણવીસ મુખ્યમંત્રી હશે; શિંદે જુથના 13 ધારાસભ્યોને પ્રધાનપદ અપાશે

પરંતુ શરદ પવારે રોકયા હતા તેવુ કહેવાય છે. ઠાકરે સરકાર હવે વધુ ઝીંક ઝીલી નહિ શકે તે સ્પષ્ટ થવા સાથે બળવાખોર જુથના નેતા એકનાથ શિંદે તથા ભાજપ દ્વારા નવી સરકારના ગઠન વિશે પણ ફોર્મ્યુલા તૈયાર કરી લેવામાં આવી છે. એમ કહેવાય છે કે નવી સરકારમાં મુખ્યમંત્રી તરીકે ભાજપના નેતા ફડણવીસ હશે જયારે બળવાખોર જુથનાં 13 ધારાસભ્યોની કેબીનેટમાં સામેલ કરવામાં આવશે.બળવાખોર નેતા એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. નવી કેબીનેટમાં ભાજપના 29 અને શિંદે જુથના 13 મંત્રીઓ હશે તેમાંથી 8 ને કેબીનેટ દરજજો આપવામાં આવશે ત્યારે પાંચને રાજય મંત્રીપદ સોંપવામાં આવશે. ઠાકરે સરકાર લઘુમતીમાં હોવાના દાવા સાથે ભાજપ અને બળવાખોર જુથમાં રાજયપાલને પણ મળનાર છે.


Related News

Loading...
Advertisement
Advertisement