નવી દિલ્હી તા.28
સરકારી બેંકોના ખાનગીકરણ સામે વિવાદ અને વિરોધ વંટોળ વચ્ચે સરકાર બેંકોનું સંપૂર્ણ ખાનગીકરણ કરવાનાં મૂડમાં હોવાનું અને તમામ 100 ટકા હિસ્સો વેચી નાખવાની વિચારણા કરી રહ્યાના નિર્દેશ છે. કેન્દ્ર સરકારના માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે સરકારી બેંકોના ખાનગીકરણ માટે કેન્દ્ર સરકાર આગામી ચોમાસું સત્રમાં સુધારા બીલ દાખલ કરે તેવી શકયતા છે
જે અંતર્ગત કાયદામાં સુધારો કરીને સરકારને સંપૂર્ણ હિસ્સો વેચવાની છૂટ મળશે.સરકારી બેંકો સંપૂર્ણપણે ખાનગી થઈ જશે.વર્તમાન બેંન્કીંગ કંપની કાયદા અંતર્ગત કેન્દ્ર સરકારને ખાનગીકરણમાં પણ ઓછામાં ઓછો 51 ટકા શેર હિસ્સો રાખવાનો હોય છે.હવે નવા સુધારા કાયદામાં સરકાર 100 ટકા શેર હિસ્સો વેંચી શકે તેવી જોગવાઈ કરવામાં આવશે.સંસદનાં ચોમાસું સત્રનુ સમયપત્રક હજુ જાહેર થયુ નથી પરંતુ ગત શિયાળુ સત્રમાં બેન્કીંગ કાયમા સુધારા ખરડો મુકવામાં આવ્યો હતો. પરંતુ તે રજુ થઈ શકયો ન હતો.