રશિયનનો યુક્રેનમાં શોપીંગ મોલ પર મિસાઈલ મારો: 16ના મોત, 59 ઘાયલ

28 June 2022 04:55 PM
World
  • રશિયનનો યુક્રેનમાં શોપીંગ મોલ પર મિસાઈલ મારો: 16ના મોત, 59 ઘાયલ

ક્રેમેન્ચકમાં હુમલાને પગલે શોપીંગ મોલમાં આગ લાગી : રશિયાના મિસાઈલ એટેકને જેલેન્સ્કીએ યુરોપના ઈતિહાસનો ખતરનાક આતંકી હુમલો કહ્યો

ક્રેમેન્ચક (યુક્રેન) તા.28
છેલ્લા ચાર મહિનાથી યુક્રેન સાથે યુદ્ધે ચડેલા રશિયાએ યુક્રેનના ક્રેમેન્ચક શહેરમાં આવેલા એક શોપીંગ મોલ પર મિસાઈલથી હુમલો કરતા આ ભરચક શોપીંગ મોલમાં 16 વ્યક્તિઓના મોત થયા હતા. જયારે 59 જેટલા લોકો ઘાયલ થયા હતા. રશિયાના આ હુમલાને વખોડતા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ યુરોપીયન ઈતિહાસનો આ સૌથી મોટો આતંકી હુમલો છે.

રશિયાના આ મિસાઈલ હુમલાને પગલે શોપીંગ મોલમાં મોટી આગ ફાટી નીકળી હતી અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. જેનો વીડીયો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ શેર કર્યો હતો. યુક્રેનના નેતાએ જણાવ્યું હતું કે રશિયા દ્વારા મિસાઈલ હુમલો થયો ત્યારે શોપીંગ મોલમાં 1000 લોકો હતા. સેન્ટ્રલ પોલ્તાવા પ્રાંતના ગવર્નર ડીમેટ્રો લ્યુનીને જણાવ્યું હતું કે આ નાગરિકો પર આતંકી હુમલો છે. તેણે રશિયાની મિલિટરી દ્વારા નાગરિકોને નિશાન બનાવવાનો આક્ષેપ લગાવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement