ખુદ ડોકટર બનીને વિટામીનની ગોળીઓ ન ખાવ, તંદુરસ્ત બનવાનું તો ઠીક, ઝડપી મોતનો ખતરો

28 June 2022 04:57 PM
India
  • ખુદ ડોકટર બનીને વિટામીનની ગોળીઓ ન ખાવ, તંદુરસ્ત બનવાનું તો ઠીક, ઝડપી મોતનો ખતરો

બિનજરૂરી વિટામીન્સ કે મિનરલ્સ લેવા સામે આઈજેએમઆરનો ચોંકાવનારો ખુલાસો : પોષણની જરૂરિયાત વિટામીનની ગોળીઓ ગળીને નહીં, પોષકતત્વો વાળા ખોરાકથી પુરી કરો: હેલ્થ એકસપર્ટસ

નવી દિલ્હી તા.28
કોરોના મહામારી સામે લડાઈમાં બહેતર ‘ઈમ્યુનીટી’ (રોગ પ્રતિકાર શક્તિ) મહત્વનું ફેકટર સાબીત થઈ છે. હેલ્થ એકસપર્ટની ચિંતા એ છે કે લોગ ‘ઈમ્યુનીટી’ વધારવાના ચકકરમાં કારણ વિના વિટામીન્સ- મિનરલ્સના સીલીમેન્ટસ લેવા લાગ્યા છે, માત્ર ડોકટરોમાં જ મલ્ટી વિટામીન્સ પ્રિસ્ક્રાઈબ કરવાનો ટ્રેન્ડ નથી વધ્યો. બલ્કે હવે લોકો જ ખુદ ખરીદીને વિટામીન્સની ગોળીઓ ખાઈ રહ્યા છે.

ગ્લોબલ ડાઈટરી સપ્લીમેન્ટ માર્કેટમાં સૌથી વધુ વેચાણ વિટામીન્સનું થાય છે. વર્ષ 2018ના આંકડા બતાવે છે કે આ સેગમેન્ટે 37.64 બિલિયન ડોલરની કમાણી કરી છે. ઈન્ડીયન જર્નલ ઓફ મેડીકલ રિસર્ચ (આઈજેએમઆર)માં પ્રકાશિત લેખમાં વિભિન્ન અભ્યાસના હવાલાથી કહેવાયું છે કે ભારતમાં ડોકટર્સ જેટલી પણ દવાઓ લખે છે. તેમાંથી એક ચતુર્થાંશ વિટામીન હોય છે. દુનિયાભરમાં વિટામીન્સની ખપત વધી રહી છે. સપ્લીમેન્ટસ લેવાનું સૌથી સામાન્ય કારણ હેલ્થ મેન્ટેન રાખવાનું અને ડાયટમાં પોષણની કમી પુરી કરવાનું જણાવવામાં આવે છે

પરંતુ જરૂરિયાત વિના વિટામીન્સ- મિનરલ્સ લેવાથી ફાયદાને બદલે તગડુ નુકશાન થાય છે. નિષ્ણાંતો કહે છે- ફોલિક એસીડ જેવા બી-વિટામીન્સમાં ઉપયોગ એમના માટે નુકસાનકારક છે જેમનું બેસલાઈન હોમોસીસ્ટીન લેવલ્સ હાઈ છે. આ જ રીતે બીટા કેરોટીન વાળા વિટામીન્સ સપ્લીમેન્ટસ ફેફસામાં કેન્સરનો ખતરો વધારે છે. વિટામીન ઈ નો વધારે ડોઝ લેનારાઓને મૃત્યુનો ખતરો વધી જાય છે. નિષ્ણાંતો કહે છે- પોષણની જરૂરિયાત ખોરાકથી પુરી કરો, વિટામીન-મિનરલની ગોળીઓ ખાઈને નહીં.


Related News

Loading...
Advertisement
Advertisement