મહારાષ્ટ્રમાં તબીબ પરિવારમાં 9ના મોત આપઘાત નહીં: સામૂહિક હત્યાકાંડ હતો: ધડાકો

28 June 2022 05:01 PM
India
  • મહારાષ્ટ્રમાં તબીબ પરિવારમાં 9ના મોત આપઘાત નહીં: સામૂહિક હત્યાકાંડ હતો: ધડાકો

ગુપ્તધન મેળવવાની લાલચમાં તાંત્રિકના શરણે ગયેલા પરિવારને ઝેર આપીને મારી નખાતા હતા

સાંગલી તા.28
મહારાષ્ટ્રનાં સાંગળી જિલ્લામાં 20 જૂને થયેલા 9 લોકોના મોતનાં મામલામાં નવો વળાંક આવ્યો છે. હવે આ મામલો સામુહિક હત્યાકાંડનો બની ગયો છે ઘટસ્ફોટ પહેલા આ મામલાને આત્મહત્યા માનવામાં આવતો હતો. જો કે પોલીસ તપાસમાં એવી વાત બહાર આવી છે કે બે ભાઈઓના પરિવારને એક તાંત્રિક અને તેના જ ડ્રાઈવરે ઝેર આપીને મારી નાંખ્યો હતો.

હાલ બન્ને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 20 જૂને મ્હૈસલ ગામમાં બન્ને ભાઈઓના ઘરોમાંથી પરિવારના સભ્યોના 9 શબ મળ્યા હતા. આ બન્ને ભાઈઓમાં એક શિક્ષક અને બીજો પશુ ડોકટર હતો. દરમ્યાન પોલીસ મહા નિરીક્ષક (કોલ્હાપુર રેન્જ) મનોજ કુમાર લોહીયાના જણાવ્યા મુજબ તાંત્રિક અબ્બાસે બન્ને ભાઈઓ માટે ગુપ્ત ધન શોધવાનો વાયદો કર્યો હતો. અને તેની અવેજીમાં તાંત્રિકે રૂા.1 કરોડ પણ લીધા હતા. જયારે ગુપ્ત ધન ન મળ્યું તો, વનમોરે બંધુઓએ રૂપિયા પરત માંગતા તાંત્રિક અને તેના ડ્રાઈવરે વનમોરે બંધુના પરિવારના સભ્યોને ઝેર ભેળવેલી ચા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement