બોમ્બે હાઈ પાસે પવન હંસ હેલિકોપ્ટર ક્રેશ થયું

28 June 2022 05:03 PM
India
  • બોમ્બે હાઈ પાસે પવન હંસ હેલિકોપ્ટર ક્રેશ થયું

હેલિકોપ્ટરમાં 9 લોકો સવાર: રેસ્કયુ ઓપરેશન દરમિયાન 4નો બચાવ

નવી દિલ્હી તા.28 : ઓએનજીસી સાગર કિરન રીંગ પાસે આજે નવું નકોર પવન હંસ હેલીકોપ્ટર તૂટી પડયું હતું. આ હેલિકોપ્ટરમાં 9 લોકો સવાર હતા.હેલિકોપ્ટર અરબ સાગરમાં બોમ્બે હાઈ નજીક પાસે તૂટી પડયું હતું. આ હેલિકોપ્ટર 7 પ્રવાસી અને 2 પાયલોટને લઈને જતું હતું. આ હેલિકોપ્ટર ક્રેશની જાણ થતા ડાયરેકટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશન (ડીજીસીએ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અન્ય હેલિકોપ્ટર રેસ્કયુ ઓપરેશન માટે પહોંચ્યું હતું. સૂત્રોના રિસ્કયુ ઓપરેશનમાં ચાર લોકોનો બચાવ થયો છે. ક્રેશ થયેલું આ નવું નકોર હેલિકોપ્ટર સિકોર્સ્કાય- એસ 76 ડી હતું.


Related News

Loading...
Advertisement
Advertisement