ઈસ્કોન મંદિર આયોજીત જગન્નાથ રથયાત્રાની તૈયારી પુરજોશમાં: 10 વિદેશી ભકતો કીર્તન પર આવશે

28 June 2022 05:05 PM
Rajkot Dharmik
  • ઈસ્કોન મંદિર આયોજીત જગન્નાથ રથયાત્રાની તૈયારી પુરજોશમાં: 10 વિદેશી ભકતો કીર્તન પર આવશે

શહેરના રાજમાર્ગો પર શહેરીજનોને પ્રસાદ રૂપે વહેંચણી માટે 3000 કિલો બુંદી 60 હજાર પેકેટ તૈયાર કરવામાં આવશે: ઈસ્કોન મંદિરમાં સવારથી જ ધાર્મિક અનુષ્ઠાનોની ઉજવણી: બપોરે 4 વાગે કોટેચા ચોકથી રથયાત્રાનો પ્રારંભ

રાજકોટ,તા.28
ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષ ની માફક આ વર્ષે પણ ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવશે. આ વર્ષે રથયાત્રા ને લઇને રાજકોટવાસીઓ માં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે વામન પુરાણ માં જણાવાયું છે કે જે કોઈ વ્યક્તિ ભગવાન જગન્નાથ ના રથ નું દોરડું ખેંચે છે અથવા દોરડા ને સ્પર્શ પણ કરે છે તો તેના જન્મો જન્મ ના પાપ નષ્ટ થાય છે. જે કોઈ પણ રથ પર બિરાજેલા ભગવાન શ્રી જગન્નાથ ના એક વાર પણ દર્શન કરે છે

તેનો પુનર્જન્મ થતો નથી. આ વર્ષે રથયાત્રા ની ઉજવણી ખૂબ જ ધામધૂમ થી અને હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવશે. ઉજવણી ની તૈયારી ના ભાગ રૂપે મંદિર ને આકર્ષક લાઈટ થી શણગારવામાં આવેલ છે. ભગવાન ના રથ ને પણ તૈયાર કરવામાં આવેલ છે. રથ ને ફૂલો ની લાર થી શણગારવામાં આવશે અને રાત્રે ભગવાન ના રથ પર દર્શન સારી રીતે થઇ શકે એ હેતુથી રથ ને વિશેષ લાઈટ દ્વારા રોશનીયુક્ત કરવામાં આવશે. રથયાત્રા જયારે શહેર ના રાજમાર્ગો પર થી પસાર થાય ત્યારે શહેરીજનો ને પ્રસાદ ના ભાગ રૂપે બુંદી નું વિતરણ કરવા માટે 3000 સલ બુંદી તૈયાર કરવામાં આવેલ છે જે બુંદી ના આશરે 60 થી 70 હજાર પેકેટ ભક્તો તેમજ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવશે અને આ 60 થી 70 હજાર બુંદી ના પેકેટ નું વિતરણ શહેર ના રાજમાર્ગો પર રથ ના દર્શન કરતા દર્શનાર્થીઓ માં કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે રથયાત્રા ના આગલે દિવસે મંદિર ની સાફ સફાઈ નું વિશેષ મહત્વ છે જેને ગુંડિચા માર્જન કહેવામાં આવે છે. 30 જૂને મંદિર માં ગુંડિચા માર્જન એટલે કે વિશેષ સાફ સફાઈ કરવામાં આવશે. માટે જે કોઈ એ ગુંડિચા માર્જન માં અથવા બુંદી ના પેકેટ બનાવવાની સેવા માં સહભાગી થવું હોય તેઓ એ 98981 65358 પર શ્રદ્ધાવાન દાસ નો સંપર્ક કરવો.

વધુ માં પ્રભુજી જણાવે છે કે આ રથયાત્રા દરમિયાન મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત રાજ્ય ના કેબિનેટ વાહનવ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાની, શહેર ના મેયર પ્રદીપભાઈ ડવ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ગોવિંદભાઇ પટેલ, રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, મ્યુન્સીપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત ભાઈ બોદર, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર ધનસુખભાઇ ભંડેરી, કોર્પોરેટર રણજીતભાઇ સાગઠીયા, રાજકોટ પ્રદેશ ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, છખઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઉપકુલપતિ ર્ડો. વિજયભાઈ દેસાની હાજર રહેશે.

તદ્ ઉપરાંત પ્રભુજી જણાવે છે કે અષાઢી બીજ ના કાર્યક્રમ ની શરૂવાત સવારે 4:30 વાગે વિશેષ મંગળા આરતી થી કરવામાં આવશે. 8:30 વાગે વિશેષ શ્રુંગાર દર્શન અને 9 વાગે ભગવાન જગન્નાથ ને 56 ભોગ અર્પણ કરવામાં આવશે. સવારે 10 વાગે મંદિર ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી દ્વારા જગન્નાથ કથા પર પ્રવચન આપવામાં આવશે. રથયાત્રાની શરૂવાત બપોરે 4 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતે થી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે. કે. ચોક, પુષ્કરધામ ચોક થઇ કાલાવડ પર આવશે જ્યાં એજી ચોક, જ્ડ્ડુસ રેસ્ટોરન્ટ થી કટારીયા સર્કલ થઇ ઇસ્કોન મંદિર એ આવશે. ઉપરોક્ત દર્શાવેલ દરેક મુખ્ય ચોક પર ભગવાન જગન્નાથ ની આરતી કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન સંપૂર્ણ માર્ગ માં હરે કૃષ્ણ મહામંત્ર નું કીર્તન કરવામાં આવશે અને વાજતે ગાજતે અને નાચતે ભગવાન જગન્નાથ ને નગરચર્યા કરાવવામાં આવશે. રાત્રે 8 વાગ્યાં થી મંદિર માં સૌ દર્શનાર્થીઓ ભંડારા પ્રસાદ શરુ થઇ જશે.

રાજકોટની ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતા ને રથયાત્રામાં જોડાવા નું અને સાંજે ભંડારા પ્રસાદ નો લાભ લેવા માટે મંદિરે પધારવાનું ઈસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવ સેવાદાસજી અનુરોધ કર્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement