ભાજપ દિલ્હી-પંજાબનો એકસ-રે કાઢવા જશે

28 June 2022 05:17 PM
Rajkot Gujarat Politics
  • ભાજપ દિલ્હી-પંજાબનો એકસ-રે કાઢવા જશે

ગુજરાતના 17 સભ્યોની ટીમને શિક્ષણ, આરોગ્ય સેવાઓનો ‘સાચો’ રીપોર્ટ બનાવવા જવાબદારી

રાજકોટ, તા.28
ગુજરાતમાં ચૂંટણી વર્ષમાં આમ આદમી પાર્ટીના અમુક લોકપ્રિય એવા શિક્ષણ અને આરોગ્યના મુદ્દા ચાલવાની હવાથી ભાજપ સતર્ક બન્યો છે. આથી વાસ્તવમાં દિલ્હી અને પંજાબમાં આવા ક્ષેત્રોમાં કેવી સ્થિતિ છે તેના અભ્યાસ માટે ગુજરાતથી 17 નેતાઓની ટીમ બંને રાજયોના પ્રવાસમાં જવાની છે.

દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કરીને ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ પક્ષોને ચોંકાવ્યા હતા. લોકોને પસંદ આવતી વાતો પર ચર્ચા થવા લાગી હતી. દિલ્હીમાં જે રીતે મફત શિક્ષણ, મહોલ્લા કલીનીક સહિત મફત આરોગ્ય સેવાથી લોકો પ્રભાવિત થયા હતા તે રીતે પંજાબમાં પણ મતદારો પર અસર પડી છે. મફત વિજળીના મુદ્દાએ પણ આમ આદમી પાર્ટીને ખુબ બળ આપ્યું હતું.

દરમ્યાન હવે ગુજરાતમાં પણ આ તમામ મુદ્દાઓ ચાલે તેવી ભીતિ ભાજપ હાઇકમાન્ડને છે. આથી ખરેખર દિલ્હી અને પંજાબમાં મફત શિક્ષણ, વિજળી, આરોગ્ય સેવાની સ્થિતિ શું છે તેનો ભાજપ રીપોર્ટ બનાવવા માંગે છે. 17 નેતાઓ આ માટે બંને રાજયોની મુલાકાત લઇને સર્વે કરવાના છે. બાદમાં ‘સત્ય’ રીપોર્ટ જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં તો લૂંટ જેવી ખાનગી શાળાઓના કબ્જા લઇને શ્રેષ્ઠ સરકારી શાળાઓ બનાવવામાં આવી છે. આ સહિતના મુદ્દાઓ ભાજપને અભ્યાસ કરવા મજબૂર કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement