સુ2તમાં આપના કોર્પો2ેટ2ો - પદાધિકા2ીઓ પ2 થતા હુમલાઓને અટકાવા

28 June 2022 05:22 PM
Gujarat
  • સુ2તમાં આપના કોર્પો2ેટ2ો - પદાધિકા2ીઓ  પ2 થતા હુમલાઓને અટકાવા

સતાધારીપક્ષ દ્વારા નાણા અને સતાનો દૂરૂ પયોગ કરાય રહયાનો આક્ષેપ : કલેકટરતંત્રને આવેદનપત્ર

રાજકોટ તા.ર8
આમ આદમી પાર્ટી (આપ)ના કોર્પોરેટરો અને પદાધિકારીઓ પર થતા હુમલાને અટકાવવાની માંગ ઉઠાવી આજે આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા જિલ્લા કલેકટરતંત્રને આવેદનપત્ર સુપ્રત કરી સુત્રોચ્ચાર કરવામાં આવેલ હતાં.

આ અંગે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ જનક ડાંગર અને ચેતન કમાણીએ જણાવેલ હતું કે છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરની અંદર લોકહિતની અને જનહિતની કામગીરી કરી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 કાઉન્સિલરો ચુંટયા પછી સતત લોક પ્રશ્નો સાંભળવવા માટે અને લોકોની તકલીફોના નિવારણ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે. તેમજ સતાધારી પક્ષ દ્વારા ખોટા કામોનો શાંતિપૂર્ણ વિરોધ કરી પ્રજા સમક્ષ ઉજાગર કરવાનીએ નૈતિક જવાબદારી છે અને જેના ભાગરૂપે સતાધારી પક્ષ દ્વારા નાણા અને સતાનો દૂર ઉપયોગ અને ખોટા તાયફા કરી લોકોમાં ભ્રમ ઉભો કરતા હોય કે લોકઉપયોગી કામો સતાધારી પક્ષની અણઆવડતને કારણે બાકી રહી જાય હોય તો તેની સકારાત્મક રજૂઆત કરવી લોકોની વચ્ચે જઈને એમની વાત કરવી એ વિરોધપક્ષ તરીકેનો કલમ 19/1/બી મુજબ બંધારણીય અધિકાર છે.

જે આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે કરી રહી છે. પરંતુ અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પદાધિકારીઓને સતાધારી પક્ષના અસામાજિક તત્વો, અસમાજિક તત્વો દ્વારા કાયદાનો ડર રાખ્યા વિના માર મારવામાં આવી રહયો છે જેની સામે પોલીસ સ્ટેશનની અંદર સમય સર ફિરયાદ પણ નોંધાતી નથી અને ફિરયાદ ર્ક્યા પછી આજ દિવસ સુધી કોઈ નકકર કામગીરી કરવામાં આવતી નથી. કોઈ પણ હુમલાખોરોને પકડી અને જેલના હવાલે કરવામાં આવ્યા નથી. પરંતુ આમ આદમી પાર્ટીની ફિરયાદ સામે પોલીસ તંત્ર અને ભાજપના અસામાજિક તત્વો દ્વારા ઉલટ ફિરયાદ કરે છે તેની તાત્કાલીક અસર થાય છે. આ બાબતે પગલા લેવા તેઓએ માંગ ઉઠાવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement