કુખ્યાત આરોપીઓને પકડવા કાર ઉપર 12 જવાનો ધોકા લઈ તૂટી પડ્યા, તોય ભાગ્યા અંતે JCB આડું નાખી બેને દબોચી લેવાયા

28 June 2022 05:26 PM
Surat Crime Gujarat Rajkot
  • કુખ્યાત આરોપીઓને પકડવા કાર ઉપર 12 જવાનો ધોકા લઈ તૂટી પડ્યા, તોય ભાગ્યા અંતે JCB આડું નાખી બેને દબોચી લેવાયા
  • કુખ્યાત આરોપીઓને પકડવા કાર ઉપર 12 જવાનો ધોકા લઈ તૂટી પડ્યા, તોય ભાગ્યા અંતે JCB આડું નાખી બેને દબોચી લેવાયા
  • કુખ્યાત આરોપીઓને પકડવા કાર ઉપર 12 જવાનો ધોકા લઈ તૂટી પડ્યા, તોય ભાગ્યા અંતે JCB આડું નાખી બેને દબોચી લેવાયા
  • કુખ્યાત આરોપીઓને પકડવા કાર ઉપર 12 જવાનો ધોકા લઈ તૂટી પડ્યા, તોય ભાગ્યા અંતે JCB આડું નાખી બેને દબોચી લેવાયા

સુરત ક્રાઈમ બ્રાંચનું દિલધડક ઓપરેશન : ચીકલીગર ગેંગના શખ્સોને પકડવા પોલીસે વોચ ગોઠવેલી : રસ્તાની વચ્ચે JCB, સાદા કપડાંમાં જવાનો, ગેંગ દેખાતા જ તાંડવ શરૂ થયું : આખું ઓપરેશન વીડિયોમાં કેદ

રાજકોટ, તા.28 : આજે સુરત ક્રાઈમ બ્રાંચનું દિલધડક ઓપરેશન સામે આવ્યું છે. જેમાં કુખ્યાત આરોપીઓને પકડવા કાર ઉપર 12 જવાનો ધોકા લઈ તૂટી પડ્યા હતા તોય આરોપીઓ કારમાં ભાગવા લાગ્યા હતા અંતે જેસીબી રોડ પર આડું નાખી બે શખ્સોને દબોચી લેવાયા હતા.આ અંગે મળતી વિગત મુજબ સુરતમાં ચીકલીગર ગેંગે આતંક મચાવ્યો હતો. પોલીસના નાકે દમ લાવી દીધો હતો.

આ ગેંગના આરોપીઓ સરળતાથી પકડાતા નથી. તેને પકડવા વિશેષ વ્યવસ્થાઓ પોલીસે કરવી પડતી હોય છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમી મળતા બારડોલી નજીક આરોપીઓને પકડવા એક ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને બાતમી હતી કે, બે કારમાં આરોપીઓ નીકળવાના છે. જેથી રોડ પર જ વોચ ગોઠવી હતી.

આ દરમિયાન દૂરથી પહેલા આરોપીની ઈકો કાર અને તેની પાછળ બોલેરો પિકઅપ કાર આવતી દેખાતા પોલીસે તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો જોકે ઇકો કાર હંકારી આરોપીએ ભાગવા પ્રયત્ન કરતા ધોકા લઈને એક બે નહીં પણ 12 જેટલા પોલીસકર્મી તૂટી પડ્યા હતા છતાં પણ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ગેંગના સાગરીતોથી પોલીસ પુરી રીતે વાકેફ હોય જ્યાં વોચ રાખી હતી તેનાથી થોડે આગળ જ જેસીબી રોડ ઉપર આડું રાખી દીધું હતું. જેથી આરોપી કાર લઈ પસાર થઈ શક્યો નહોતો અને કાર જેસીબી સાથે અથડાવી દીધી હતી ત્યાં જ દોડી આવેલા ક્રાઈમ બ્રાંચના જવાનોએ આરોપી બન્ને કારમાંથી બેને દબોચી લીધા હતા.

ચીકલીગર ગેંગના આ બે શખ્સોને પકડવા પોલીસે અગાઉથી પ્લાન બનાવી વોચ ગોઠવેલી હતી. તેમણે રસ્તાની વચ્ચે જેસીબી રાખી મૂક્યું હતું. સાદા કપડાંમાં પોલીસ જવાનો સ્થળ પર હાજર હતા અને ગેંગ દેખાતા જ તાંડવ શરૂ થયું હતું. આ આખું ઓપરેશન વીડિયોમાં કેદ થયું છે. ચીકલીગર ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી. તે શહેર અને જિલ્લાની અંદરથી કારની ચોરી કરતા હતા અને એ જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

આ સાથે તેઓ વાહનચોરી, ખૂનની કોશિશ વગેરે અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. આરોપીની ધરપકડ બાદ અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે. સ ગેંગમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના સાગરીતો જોડાતા હોય છે. અગાઉ 3 મહિના પહેલાં રાજબીર ઉર્ફે જનરલસિંગ ઝડપાયો હતો જે 26 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો કરીને આ આરોપી ફરાર થઈ ગયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement