રાજકોટ તા.28 : મુંબઈ શેરબજારમાં પ્રારંભીક ગાબડા બાદ રિકવરી આવી ગઈ હતી અને સેન્સેકસ ગ્રીનઝોનમાં બંધ આવ્યો હતો. શેરબજારમાં આજે શરૂઆત ગેપડાઉન રહી હતી વિશ્વ બજારોની મંદિ ક્રુડતેલનાં ભાવમાં ઉછાળો, વૈશ્વીક મંદીના ભણકારા, વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલી જેવા કારણોથી માનસ દબાણ હેઠળ રહ્યું હતું
પરંતુ બપોરથી પસંદગીના ધોરણે લેવાલીનો દોર શરૂ થતા ટ્રેંડ બદલાયો હતો અને માર્કેટ ગ્રીનઝોનમાં આવી ગયુ હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ગુરૂવારે જુન ફયચુરનો છેલ્લો દિવસ હોવાના કારણે વેચાણ કાપણી નીકળી હતી અને નવી વેચવાલી પણ ધીમી પડી હતી. જેને પગલે રીકવરી વળતી બની હતી. હવે ક્રુડતેલ તથા કરન્સી માર્કેટની વધઘટનો પ્રત્યાઘાત પડે તેવી આશંકા છે.
શેરબજારમાં આજે બજાજ ફીન સર્વીસ, ભારતી એરટેલ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ટીવીએસ, ટાઈટન, એશીયન પેઈન્ટસ જેવા શેરોમાં ઘટાડો હતો.જયારે રીલાયન્સ, ડો.રેડ્ડી, મહીન્દ્રા, સ્ટેટ બેંક, ઓએનજીસી, હિન્દાલકો, મહેન્દ્રા, કોલ ઈન્ડીયા વગેરે વધીને આવ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 16 પોઈન્ટના સુધારાથી 53177 બંધ આવ્યો હતો.