જોધપુર (રાજસ્થાન) તા.28 : જાલોર અને પાલીમાં બે જુદા જુદા અકસ્માતમાં કુલ 7 લોકોના મૃત્યુ થયા છે. ગતરાત્રે જાલોર જીલ્લામાં હાઈવે પર ગ્રેનાઈટથી ભરેલા ટ્રકનું ટાયર બદલવા ચાલકે ટ્રકને રોડના કિનારે પાર્ક કર્યો હતો ત્યારે ધસમસતી આવતી કાર આ ટ્રક્માં ઘુસી ગઈ હતી. કારની ગતિ એટલી તો તેજ હતી કે તેની છત ઉડી ગઈ હતી અને તેમાં બેઠેલા પાંચ લોકોના માથા ફાટી જતાં ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા.જયારે બેના હોસ્પીટલમાં મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં વડાપ્રધાન મોદીએ શોક વ્યકત કર્યો હતો. જયારે બીજા અકસ્માત પાલી જીલ્લામાં થયો હતો જયાં કાર અને ટ્રેકટર ટ્રોલી વચ્ચે ટકકર સર્જાઈ હતી. જેમાં કારમાં બેઠેલી બે વ્યકિતના મોત થયા હતા.