ગાંધીનગર,તા.28 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રવેશોત્સવ કાર્યક્રમ આજે પણ યથાવત રહ્યો છે તો તરફ આજે બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકાના કોંગ્રેસના કેટલાક આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો આ ઉપરાંતદાંતા તાલુકાના વિવાદિત નિવૃત્ત પોલીસ કર્મચારી સ્વરૂપસિંહ અને તેમના ટેકેદારોએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે અમીરગઢ અને દાંતા તાલુકાના કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ભારતીય જનતા પાર્ટી માં પ્રવેશ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે આજે યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવક કરતાં વધુ સંપત્તિ અને એસીબીના કેસ જેના ઉપર લગાડવામાં આવેલા છે તેવા વિપરીત પોલીસ કર્મચારી સ્વરૂપ સિંહે ભાજપમાં વિવિધ પ્રવેશ કર્યો છે
આ તબક્કે ભાજપમાં જોડાયેલા અગ્રણી નેતા ને પૂછતા કહ્યું કે મારા ઉપર લાગેલા તમામ આરોપો ખોટા છે હવે મને ક્લીનચીટ મળી ગઈ હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજકારણમાં 1996થી દાંતા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી પોતાની બેઠક પ્રાપ્ત કરી શકી નથી ત્યારે દાતા અને અમીરગઢ તાલુકાને ભાજપ હસ્તગત કરવા માટે કોંગ્રેસના અગ્રણી નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું રચાઈ રહ્યું છે.