રાજયમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 5.72 લાખ બાળકોના ધો.1માં નામાંકન: શિક્ષણમંત્રી

28 June 2022 06:03 PM
Gujarat
  • રાજયમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 5.72 લાખ બાળકોના ધો.1માં નામાંકન: શિક્ષણમંત્રી

આંગણવાડીઓમાં 2.30 લાખ ભૂલકાઓને પ્રવેશ: 26 કરોડથી વધુનું અનુદાન: 25 કરોડના 494 વર્ગખંડોનું લોકાર્પણ

ગાંધીનગર,તા.28
દેશના વડાપ્રધાન અને તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશ ઉત્સવ ની 17મી શૃંખલમાં રાજ્ય સરકારને વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે એટલું જ નહીં ત્રણ દિવસના આ કાર્યક્રમમાં 52 હજારથી વધુ મહાનુભાવો જોડાયા હતા જેમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ધોરણ 1 મા નામાંકન કરાવવામાં આવ્યું હતું.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આયોજિત પત્રકાર પરિષદમાં ત્રણ દિવસના શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત તેની ફળશ્રુતિ આપતા કહ્યું કે 23 થી 25 જૂન દરમિયાન આયોજિત શાળા પ્રવેશ મહોત્સવ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ થી માંડીને તમામ મંત્રીઓ સાંસદો ધારાસભ્યો પદાધિકારીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત 52 હજારથી વધુ મહાનુભાવોએ રાજ્યના અલગ અલગ 18 હજારથી વધુ ગામડાઓમાં બાલમંદિર અને ધોરણ 1ના બાળકોનું નામાંકન કરાવ્યું હતું.

આ તબક્કે ધોરણ 1 માં 5,72,390 વિદ્યાર્થીઓને રાજ્યની અલગ અલગ 30 હજાર જેટલી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે સરકારના આ કાર્યક્રમમાં છેવાડાના ગામડા અને અલગ-અલગ વિસ્તારોમાં યોજાયેલા કાર્યક્રમમાં અંદાજિત 60 લાખ થી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું આ તબક્કે અન્ય વધુ માહિતી માં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યની અલગ અલગ આંગણવાડીઓમાં 2લાખ 30 હજાર ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવેલ છે જ્યારે આ કાર્યક્રમ અંતર્ગત 25 કરોડ રૂપિયાના 494 વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું?

તો બીજી તરફ ધોરણ 1 માં રાજ્યના 1775 દિવ્યાંગ વિદ્યાર્થીઓને ગુજરાત સરકારે પ્રવેશ અપાવ્યો છે જ્યારે ત્રણ દિવસના આ કાર્યક્રમ હેઠળ 26 કરોડથી વધુની અનુદાનિત રકમ પ્રાપ્ત થઈ હતી જેમાં 2 કરોડ 53 લાખ 74 હજાર રૂપિયા ની રોકડ રકમ અને અલગ-અલગ પુરસ્કાર રૂપે પ્રાપ્ત થયા હતા જ્યારે બનાસકાંઠામાં શાળાના નિર્માણ માટે અંદાજિત 10 લાખથી વધુની રકમની જમીન ગુજરાત સરકારને પ્રાપ્ત થઇ હોવાનું જણાવ્યું હતું

આ તબક્કે જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે આ કાર્યક્રમ હેઠળ રાજ્યની અલગ અલગ 2364 શાળાઓમાં વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે જ્યારે 1 લાખ 58 હજાર 820 વૃક્ષોનું વાવેતર છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કર્યું હોવાની વિગતો આપી હતી આ તબક્કે તેમને કહ્યું કે ગુજરાત સરકાર સમસ્યાનો સમાધાન ને પ્રાયોરિટી આપનારી સરકાર છે ત્યારે આવનાર સમયમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ ની ગુણવત્તા સુધારવા સરકાર કટિબદ્ધ હોવાનો સ્વીકાર શિક્ષણમંત્રીએ કર્યો હતો

ભા.જ.પ.ના આગેવાનો વર્કશોપમાં હાજરી આપવા દિલ્હી ગયાનો દાવો
દિલ્હીની સરકારી શાળાઓના શિક્ષણ અંગેની માહિતી મેળવવા ગુજરાત ભાજપના 17 સભ્યો ની ટીમ 2 દિવસ અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરશે તેવી વાત સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના વાયરલ થયેલા ટ્વિટરમાં સામે આવતાં આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ને પૂછતા તેમણે કહ્યું કે આવી કોઈ હકીકત મારા ધ્યાનમાં નથી પરંતુ દર વર્ષે યોજાતા મીડિયા નેશનલ વર્કશોપ મા ભાજપના તમામ રાજ્યોના આગેવાનો દિલ્હી વર્કશોપમાં હાજરી આપવા જતા હોય છે અને એટલે જ ગુજરાત ભાજપના અગ્રણીઓ આ વર્કશોપમાં હાજરી આપવા ગયા હોવાનો દાવો કર્યો હતો


Related News

Loading...
Advertisement
Advertisement