રાજકોટ, તા 28 : રોજગારી અને સ્વરોજગારીની તકો ઉપલબ્ધ કરાવતી આઇ.ટી.આઇ.,રાજકોટ ખાતે પ્રવેશ-2022 અંતર્ગત એડમિશન લેવા માટે પ્રથમ રાઉન્ડની શરૂ તા.02/05/2022 થી થઇ ગયેલ છે, ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30/06/2022 સુધી લંબાવ આવેલ છે. જેથી દરેક ઉમેદવારોને જણાવવામાં આવે છે કે ઓનલાઇન એડમિશન પ્રક્રિયાની સમજણ ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઇ.ટી.આઇ.-રાજકોટ, આજીડેમ પાસે,ભાવનગર રોડ ખાતે સવારે 09:30 થી 05:00 કલાક સુધી ચાલુ રહેશે.
સરકારી મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા (મહિલા આઈ.ટી.આઈ.), બી.ટી.સવાણી કીડની હોસ્પીટલ પાછળ, યુનિવર્સીટી રોડ, રાજકોટ(સીટી) ખાતે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, ફેશન ડીઝાઈન ટેકનોલોજી, ડ્રેસ મેકિંગ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર અને બેઝીક કોસ્મેટોલોજી કોર્ષમાં તારીખ 02/05/2022 થી 30/06/2022 સુધી સંસ્થા ખાતે ફોર્મ ભરવાની કામગીરી ચાલુ હોય, રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી ડોકયુમેન્ટ સાથે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો.