રાજકોટ, તા 28
તારીખ.26/6ને રવિવારના રોજ સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ ની 29 મી વાર્ષિક સાધારણ સભા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે મળી હતી. વાર્ષિક સાધારણ સભાની શરૂઆત સરદાર વંદનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ પ્રસિદ્ધ થયેલ એજન્ડા મુજબ ગત વાર્ષિક સાધારણ સભાની મિન્ટિસ બુકનું વાંચન મંડળના મંત્રી ડો. શૈલેષ સોજીત્રાએ કર્યુ હતું તમામ ઠરાવોને સભા દ્વારા બહાલ કરવામાં આવ્યા હતા.
મંડળના કારોબારી ઉમેશભાઈ ભેસાણીયા દ્વારા વાર્ષિક આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ મંડળના પ્રમુખ અમૃતભાઈ ગઢીયા દ્વારા વર્ષ દરમિયાન થયેલી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વિવિધ પ્રવૃત્તિઓ અને આવનારા સમયમાં મંડળ દ્વારા હાથ ધરાનાર વિવિધ પ્રકલ્પોની વિગતે માહિતી આપેલ.મંડળના વરિષ્ઠ કારોબારી સભ્ય અને પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રભાઈ વેકરીયા દ્વારા મંડળ દ્વારા થયેલ સીમાચિન્હરૂપ કાર્યોની વિગત આપેલ.સાધારણ સભાના અંતે આશિષભાઈ વેકરીયાએ આભારવિધિ કરેલ અને સાધારણ સભાનું સફળ સંચાલન પ્રકાશભાઈ ભાલાળા દ્વારા કરવામાં આવેલું હતું.