રવિવારે પાલનપુરમાં આ.શ્રી રત્નશેખરસૂરિજી મ.ની 9મી પુણ્યતિથિ નિમિતે ધાર્મિક કાર્યક્રમો

28 June 2022 06:22 PM
Rajkot
  • રવિવારે પાલનપુરમાં આ.શ્રી રત્નશેખરસૂરિજી મ.ની 9મી પુણ્યતિથિ નિમિતે ધાર્મિક કાર્યક્રમો

રાજકોટ,તા.28 : શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના પાલનપુર નગરે તપાગચ્છા જૈન ઉપાશ્રય ના પ્રાંગણે સૌ પ્રથમવાર તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન જંગમરત્ન તીર્થ પ્રેરક,માનવતાના મસીહા, પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની નવમી પૂણ્યતિથિ પ્રસંગ તા.3-7ના રવિવારે સવારે-10 કલાકે ઉજવાશે. સ્વર સંવેદના સંગીતરત્ન સુશીલ શાહ (પાટણ વાળા),બાળ કલાકાર શ્યામલી બારોટ (શંખેશ્વર) ના સથવારે અને શબ્દ સંવેદના પંડિતવર્ય શુભમ એમ કટારીયા (થરા વાળા) ગુરૂ ભક્તિમાં તરબોળ કરશે.

પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ની પાવનકારી નિશ્રામાં યોજાશે.પ્રથમ માનવતાના મસીહા, પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના તસ્વીર પર ફૂલની માળા ત્યારબાદ દીપ પ્રગટય અને માંગલિક- પ્રવચન દ્વારા ગુરુ ગુણાનુવાદ કરવામાં આવશે. પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની નવમી પુણ્યતિથિ નિમિત્તે વિવિધિ જગયાએ પરમાત્માને અંગ રચના, જીવદયાનું કાર્ય, અનુકંપા દાનનું કાર્ય, સ્કૂલના બાળકોને ભોજન વિતરણનું કાર્ય વિગેરે એનેકવિધ માનવતાના કર્યો કરવામાં આવશે.આ પાવન પ્રસંગે મુંબઇ, અમદાવાદ, થરા વિગેરેથી ગુરૂ ભક્તો પધારશે.


Related News

Loading...
Advertisement
Advertisement