રાજકોટ,તા.28 : કાલાવડ પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં ફરાર પ્રિતેશ ઉર્ફે હકાને માલવિયાનગર પોલીસે મવડીમાંથી દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગત અનુસાર માલવિયા નગર પોલીસ મથકના પીએસઆઈ એમએસ મહેશ્વરી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના કોનસ્ટેબલ મહેશભાઈ ચાવડા અને હિરેનભાઈ સોલંકીને મળેલ ચોકકસ બાતમીના આધારે કાલાવડ પોલીસ મથકના વાહન ચોરીના બે ગુનામાં ફરાર પ્રિતેશ ઉર્ફે હકો અલ્પેશ ગોટેચા (ઉ.વ.22) (રહે. મારૂતીનંદન નગર શેરી નં.2)ને મવડીના વિશ્વેશ્વર મંદિર પાસેથી ઝડપી વધુ વાહનચોરીના ભેદ ઉકેલવા પુછપરછ હાથ ધરી હતી.ઉલ્લખનીય છે કે આરોપી વિરૂદ્ધ અગાઉ પણ રાજકોટ શહેર પોલીસના અલગ-અલગ પોલીસ મથકમાં મારામારી જાહેરનામા ભંગ સહીતના ગુના નોધાયેલ છે.