આવતીકાલે દૂરદર્શન ગિરનાર પર અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે કોલમિસ્ટ-પત્રકાર પ્રશાંત બક્ષીની મુલાકાત

28 June 2022 06:26 PM
Rajkot
  • આવતીકાલે દૂરદર્શન ગિરનાર પર અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે કોલમિસ્ટ-પત્રકાર પ્રશાંત બક્ષીની મુલાકાત

રાજકોટ, તા.28:
ભારતની આઝાદીના 75 વર્ષ એટલે "આઝાદી નો અમૃત મહોત્સવ", ભારત દેશની આઝાદીમાં ઘણા ક્રાંતિવીર - વિરાંગનાઓએ લોહીની નદીઓ વહાવી છે. આપણે જાણીએ છીએ કે કેવી રીતે સ્વતંત્રતા સેનાનીઓએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેમના જીવનનું બલિદાન આપ્યું. આવાજ અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણીતા કોલમિસ્ટ - પત્રકાર પ્રશાંત બક્ષીએ અદભૂત માહિતી રજુ કરી છે.

જેનું આવતીકાલે એટલેકે તા. 29 બુધવારે બપોરે 1:30 કલાકે દૂરદર્શન ગિરનાર (ડીડી ગિરનાર) પર પ્રસારણ થશે જ્યારે તેનું પુન:પ્રસારણ તા.30 ને ગુરૂવારે સવારે 10:30 કલાકે થશે. કેટલાક એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ હતા જે ઈતિહાસના પાનામાં ઢંકાય ગયા છે.

જેમકે રાણી વેલુ નાચિયાર, સૂર્યાસેન, માતંગિની હાજરા, બુધુ ભગત, બાદલ-વિનોદ-દિનેશ ની ત્રીપૂટી વગેરે ક્રાંતિકારીઓના જીવન અને દેશ માટે તેમણે આપેલા બલિદાન વિશે ક્યારેય જાણવામાં ન આવી હોય તેવી હકીકતો અને માહિતીની જાણીતા કોલમિસ્ટ - પત્રકાર પ્રશાંત બક્ષી એ ખુબ સહજ રીતે રજુ કરી છે. આ કાર્યક્રમ "ભારતના અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ" નું નિર્માણ રાજકોટ દૂરદર્શન કેન્દ્રના કાર્યક્રમ નિર્માતા સંજયભાઇ સાગઠિયાએ કર્યું છે જ્યારે કોલમિસ્ટ પ્રશાંત બક્ષી ની મુલાકાત પત્રકાર-કલાકાર તેજસભાઇ શીશાંગિયા એ લીધી છે.


Related News

Loading...
Advertisement
Advertisement