‘નોકરીએ સમયસર જાતો’જા માતાએ ઠપકો આપતા સફાઈ કામદારનો ફાંસો કાઈ આપઘાત

28 June 2022 06:27 PM
Rajkot Crime
  • ‘નોકરીએ સમયસર જાતો’જા માતાએ ઠપકો આપતા સફાઈ કામદારનો ફાંસો કાઈ આપઘાત

રેલનગરના અવધ પાર્કમાં : માતા સવારે ઉઠાડવા ગયાને પુત્ર લટકેલી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવ્યો: આરએમસીના કર્મચારી સંજયભાઈ રાઠોડે અંતિમ પગલુ ભરી લેતા એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી: પોલીસે દોડી જઈ મૃતદેહને પીએમમાં ખસેડયો

રાજકોટ તા.28
રેલનગરના અવધ પાર્કમાં માતાએ સમયસર ઉઠવા બાબતે ઠપકો આપતા આરએમસીમાં સફાઈ કામદાર સંજય રાઠોડે કંટાળીને પોતાના રૂમમાં ફાંસો લગાવી આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ હતી. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી.

બનાવની વિગત અનુસાર રેલનગરના અવધ પાર્કમાં રહેતા સંજયભાઈ દિનેશભાઈ રાઠોડ (ઉ.36) આજે વ્હેલી સવારે પોતાના રૂમમાં પંખાના હુકમાં પનીયા વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. સવારે ઉઠીને નીચે ન આવતા તેની માતા ઉઠાડવા માટે દરવાજો ખખડાવ્યો હતો. જે દરવાજો ન ખોલતા તોડીને અંદર તપાસ કરતા પુત્ર લટકતી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવતા પડોશના લોકો એકઠા થઈ જતા પ્ર.નગર પોલીસ મથકને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને મૃતદેહને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે અત્રેની સીવીલે ખસેડવામાં આવેલ હતો. અને આપઘાતનું કારણ જાણવા પોલીસે પુછપરછ હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે મૃતક સંજયભાઈ આરએમસીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. તેમના લગ્ન 15 વર્ષ પહેલા થયેલ હતા અને પત્ની પાંચ વર્ષથી રીસામણે છે. મૃતકને નોકરીએ જવા માટે દરરોજ વહેલુ ઉઠવા માટે દરરોજ ટકોર કરતા હોય જેમનાથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધુ હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement