નવી દિલ્હી, તા.28
1 જુલાઇથી નવો લેબર લો લાગુ પડવાથી કર્મચારીઓના પીએફ, ગે્રચ્યુટીમાં વધુ રકમ જમા થવા લાગશે એથી નિવૃતિ સમયે તેને મોટી રકમ મળી શકે ઉપરાંત નવા લેબર લો લાગુ પડવાથી કામના કલાકો 8 કલાકને બદલે 12 કલાક થઇ જશે અને વીકમાં ત્રણ દિવસની રજા રહેશે અને માત્ર ચાર દિવસ કામ કરવાનું રહેશે.
જોકે આ બારામાં હજુ સરકારે કોઇ નોટીફિકેશન જાહેર નથી કર્યું જયારે કોઇ નવો કાયદો લાગુ થાય ત્યારે કમ સે કમ 15 દિવસ પહેલા જાણકારી અપાય છે પણ નવા લેબર કોડના મામલે હજુ આવું કંઇ નથી થયું. નવા લેબર લોમાં હાલમાં ચાલતા અનેક નિયમો બદલી જશે જે ફેરફાર થશે તેમાં નિવૃતિ બાદ કર્મચારીને મોટી રકમ મળી શકે. નવા લેબર લોમાં બેઝીક સેલરી અને ભથ્થા 50-50ના પ્રમાણમાં હશે. સપ્તાહમાં ચાર દિવસ ડયુટી અને ત્રણ દિવસ રજા રહેશે અને કામના કલાકો રોજના 12 કલાક થઇ જશે.
નવા લેબર લો મુજબ નોકરી છોડયાના બે દિવસમાં જ પૂરા પૈસા મળી જશે. હાલમાં 30 થી 60 દિવસ લાગે છે. નવા લેબર લો મુજબ નિવૃતિમાં કર્મચારીને વધુ રકમ મળશે જયારે હાથમાં આવતી કે સેલેરી એકાઉન્ટમાં જમા થતી સેલરી ઘટી જશે. નવા લોથી મજૂર વર્કર્સને સામાજિક સુરક્ષા મળી શકે છે, ફાયદા પણ વધી શકે છે.