સૌરાષ્ટ્રઝોનની બેઠક યોજાશે: સૌરાષ્ટ્રભરમાંથી વિધાનસભાના પ્રભારીઓ, પ્રમુખ અને સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહેશે

28 June 2022 06:30 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રઝોનની બેઠક યોજાશે: સૌરાષ્ટ્રભરમાંથી વિધાનસભાના પ્રભારીઓ, પ્રમુખ અને સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહેશે

આવતીકાલે રાણીગા વાડી ખાતે ભાજપ દ્વારા

રાજકોટ,તા.28 : પ્રદેશ ભાજપની યોજનાનુંસાર આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતભરની 182 વિધાનસભામાં પ્રભારીશ્રીઓની નિમણુંક કરેલ છે ત્યારે દરેક વિધાનસભામાં બુથ, શકિતકેન્દ્ર, વોટસઅપગ્રુપ તેમજ પ્રાથમિક સદસ્યતા અભિયાનને વેગ મળે તેવી બાબતોને ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ઝોનવાઈઝ બેઠકનો પ્રારંભ થઈ રહ્યો છે

તે અંતર્ગત આવતીકાલે બપોરે 12.30 કલાકે શહેરની રાણીગા વાડી ખાતે સૌરાષ્ટ્રઝોનની બેઠક યોજાશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રઝોનની વિધાનસભાના પ્રભારીઓ પ્રમુખશ્રીઓ, વિસ્તારકો તેમજ સંગઠનાના પ્રભારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી તથા વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.


Related News

Loading...
Advertisement
Advertisement