પ્રેમમાં ભાન ભુલેલા સાસુ-જમાઈએ ઘેરથી ભાગીને ગળાફાંસો ખાઈ લીધો

28 June 2022 06:33 PM
India
  • પ્રેમમાં ભાન ભુલેલા સાસુ-જમાઈએ ઘેરથી ભાગીને ગળાફાંસો ખાઈ લીધો

આડા સંબંધનો મોતમાં અંજામ : રાજસ્થાનના બાડમેર જિલ્લાનો બનાવ

બાડમેર (રાજસ્થાન) તા.28
પ્રેમ ન જુએ જાત-કજાત, પ્રેમ આંધળો હોય આવી બધી ઉક્તિઓ પ્રેમને લઈને છે ને રાજસ્થાનના એક જમાઈએ આ ઉક્તિ સાબીત કરી છે. જેનો અંજામ મોતમાં આવ્યો છે.રાજસ્થાનના બાડમેર જિલ્લાના હોતરામ નામના એક 25 વર્ષના શખ્સને તેની 38 વર્ષની દરિયા નામની સાસુ સાથે પ્રેમ થઈ ગયો હતો. હોતરામના લગ્ન 1 વર્ષ પહેલા ખરટિયાની ગીતા (ઉ.20) સાથે થયા હતા.પોલીસે જણાવ્યું હતું કે જમાઈ-સાસુ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા. ત્રણ દિ પહેલા જ હોતારામ પત્ની સાથે સાસરે આવ્યો હતો ત્યાં સોમવારે કોઈને કંઈ કહ્યા વિના સાસુ-જમાઈ ભાગી ગયા હતા. બાદમાં ગામથી 30 કી.મી. દુર ખીજડાના વૃક્ષ પર ફાંસી લગાવીને બન્નેએ આપઘાત કરી લીધો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement