રાજકોટના નાણાવટી ચોક પાસે મુસ્લિમ યુવાનની હત્યા : પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવાના બહાને ઘર બહાર બોલાવી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

28 June 2022 11:24 PM
Rajkot Crime
  • રાજકોટના નાણાવટી ચોક પાસે મુસ્લિમ યુવાનની હત્યા : પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવાના બહાને ઘર બહાર બોલાવી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

આરોપી અને મૃતક બન્ને પાડોશી : ગુનામાં પાંચેક આરોપીઓ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

રાજકોટ:
રાજકોટના નાણાવટી ચોક પાસે મુસ્લિમ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજીની ટીમ પીઆઇ, એસીપીનો કાફલો દોડી ગયો હતો. છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધાનું જાણવા મળે છે. આરોપી અને મૃતક બન્ને મિત્ર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. બનાવમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની શંકા છે.

મૃતકનું નામ અખ્તર હુશેનભાઈ પાયક(ઘાંચી)(ઉ.વ.21) છે અને તે નાણાવટી ચોકમાં આવેલ સરકારી ક્વાર્ટરમાં રહે છે. આરોપીનું નામ હુશેન સંધી હોવાનું કહેવાય રહ્યું છે. તેની સાથે અન્ય ચારેક અજાણ્યા માણસો હતા. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે. મૃતકના પરિજનોએ જણાવ્યા મુજબ હુશેન અને અખ્તર બન્ને પાડોશી છે. હુસેનના લગ્ન 7-8 વર્ષ પહેલાં નેન્સી સાથે થયા હતા. તેને સંતાનમાં બે દીકરીઓ છે. જ્યારે અખ્તર કુંવારો છે. નેન્સી અને અખ્તર વચ્ચે ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેની જાણ હુશેનને થતા માથાકૂટ થતી હતી. આજે રાત્રે આઠેક વાગ્યા આસપાસ હુશેન અખ્તરને ઘરે બોલાવવા આવ્યો હતો અને સમાધાન કરવાનું કહીં ઘરની બહાર લઈ જઈ બીજા ચાર સાથી આરોપીને બોલાવી માથાકૂટ કરી હતી ત્યારે નેન્સી પણ ત્યાં હાજર હતી. ઉગ્ર બોલાચાલી વખતે જ હુસેને અખ્તરને પાંચેક છરીના ઘા ઝીંકી દીધા હતા. અખ્તરને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડાતા તેને દમ તોડી દીધો હતો.

● વિધવા માતાએ આધાર સ્તંભ ગુમાવ્યો

અખ્તર મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતો. તેં અપરણિત હતો. થોડા વર્ષો પહેલા તેમના પિતા હુસેનભાઈનું બીમારી સબબ અવસાન થયું હતું. અખ્તર માતા રેશ્માબેનનો એકનો એક પુત્ર હતો. બન્ને માતા-પુત્ર સાથે રહેતા હતા. અખ્તરના મોતથી વિધવા માતાએ આધાર સ્તંભ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

Related News

Loading...
Advertisement
Advertisement