નવી દિલ્હી
‘માય બોડી- માય રાઈટ’ નો વિવાદ અમેરિકા અને અન્ય પશ્ર્ચીમી દેશોમાં છે અને હાલમાં જ અમેરિકામાં જે રીતે ગર્ભપાતના પર કાનૂની પ્રતિબંધ લાદી દેવાયો તે અમેરિકાના સ્વતંત્રતાના ઈતિહાસમાં પ્રથમ વખત ‘માય બોડી માય રાઈટ’ના અમેરિકી મંત્રની વિરુદ્ધ છે
પણ ભારતમાં હાલમાં જ દિલ્હી હાઈકોર્ટ દેશમાં દરેક નાગરિકને તેના શરીર પર અધિકાર હોવાનું જણાવી અંગદાન માટે પતિ કે પત્નીએ એકબીજાની મંજુરીની જરૂર નહી હોવાનું જણાવી એ પણ નિરીક્ષણ વ્યક્ત કર્યુ હતું કે પત્ની એ કોઈ ‘મિલ્કત’ નથી કે પતિ તે પોતાની ઈચ્છા મુજબ વર્તવા જણાવી શકે. હાઈકોર્ટે જણાવ્યું કે પત્ની જો કોઈ અંગદાન કરવા માંગતો હોય અને તે કાનૂની પ્રક્રિયા મુજબનું હોય તો તેના માટે પતિની મંજુરીની જરૂર નથી. દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માએ તેમના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે અરજદાર (પત્ની)ના ‘માય-બોડી-માય કંટ્રોલ’ કે માય બોડી- માય રાઈટ’ના સિદ્ધાંત મુજબ મહિલા જો તેના અંગનું દાન કરવા માંગતી હોય તો પતિની લેખીત મંજુરી જરૂરી નથી. આ કેસમાં મહિલા તેના પતિને પોતાની એક કીડનીનું દાન કરવા માંગતી હતી અને તેમાં પતિએ વિરોધ કરી અદાલતી મુકદમો દાખલ કર્યો હતો.
હાઈકોર્ટે જણાવ્યું કે નજીકના સંબંધીને તે પોતાની કિડની આપવા માંગે છે તો તેમાં પતિની સંમતિ જરૂરી નથી અને હોસ્પીટલ સતાવાળાઓને પણ આ પ્રકારે નો-ઓબ્જેકશન લખાણનો આગ્રહ નહી રાખીને કાનૂની પ્રક્રિયા મુજબ આગળ વધવા જણાવ્યું હતું.