‘તારક મહેતા કા...’ના ટપુ, ગોગી, સોનુ થઇ ગયા જુવાન ! ઓળખાતા નથી !

29 June 2022 05:51 PM
Entertainment Gujarat
  • ‘તારક મહેતા કા...’ના ટપુ, ગોગી, સોનુ થઇ ગયા જુવાન ! ઓળખાતા નથી !

શોમાં આ બાળકોએ બાળ કલાકાર તરીકે એન્ટ્રી કરેલી

મુંબઈ : છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો કોમેડી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે પણ લોકપ્રિય છે. આ શોના કેટલાક પાત્રો નીકળી ગયા છે, કેટલાક મૃત્યુ પામ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે આ શો શરુ થયો ત્યારે બાલ કલાકાર તરીકે કામ કરનારા ટપુ, ગોલી, સોનુ જુવાન થઇ ગયા છે ! તેઓ ઓળખાતા નથી.

ટપુ (ભવ્ય ગાંધી) : આ સિરિયલનું મહત્વનું પાત્ર ટપુનું પાત્ર ભવ્ય ગાંધીએ નિભાવ્યું હતું. ત્યારે તે માત્ર 9 વર્ષનો હતો. 10 વર્ષ બાદ તેણે સિરિયલ છોડી દીધી હતી. તે પછી તે ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે પણ ચમક્યો હતો.

સોનુ (નિધિ ભાનુશાળી) : આત્મારામ ભીડે અને માધવી ભાભીની દીકરી સોનુના પાત્રમાં નિધી બાનુશાળી ચમકી હતી. શોમાં જોડાઈ ત્યારે તે 10 વર્ષની હતી. તેણે પણ 2017માં શો છોડ્યો હતો તે હાલ 23 વર્ષની છે તે ખૂબસુરત અને બોલ્ડ છે.

ગોગી (સમય શાહ) : સોઢી અને રોશનના દીકરા ગોગી ઉર્ફે ગુરુચરણસિંહ (સમય શાહ) 7 વર્ષની ઉંંમરે આ શોમા ંજોડાયો હતો. હાલ પણ તે કોમેડી શોનો ભાગ છે. અત્યારે તે 21 વર્ષનો થઇ ગયો છે.

ગોલી (કુશ શાહ) : ડો. હંસરાજ અને કોમલનો પુત્ર બનેલો ગોલી (કુશ શાહ) પણ બહુ નાની ઉમરે શોમાં જોડાયો હતો. ગોળ-મટોળ દેખાતા ગોલીને બધાએ પસંદ કર્યો હતો. આજે ગોલી 21 વર્ષનો થઇ ગયો છે.

સોનુ (ઝીલ મહેતા) : નિધિ ભાનુશાલી બાદ ઝીલ મહેતા શોમાં સોનુ બની હતી. તેણે 12 વર્ષની વયે શોમાં એન્ટ્રી કરેલી. જો કે સ્ટડી કમિટમેન્ટને લઇને ઝીલ મહેતાએ પણ શો છોડ્યો હતો. હાલ તે 25 વર્ષની છે અને તે સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement