શાહરૂખખાનની આગામી ફિલ્મ ‘ડોન-3’ માં પોર્નસ્ટાર કેન્દ્રા?

29 June 2022 05:56 PM
Entertainment
  • શાહરૂખખાનની આગામી ફિલ્મ ‘ડોન-3’ માં પોર્નસ્ટાર કેન્દ્રા?

ખુદ પોર્ન સ્ટારે ફિલ્મમાં હોવાનો દાવો કર્યો : ‘ડોન-3’ માં અમિતાભ બચ્ચન સહિતની અનેક સરપ્રાઈઝીસ!

મુંબઈ તા.29
ડોન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં ધૂમ મચાવવા શાહરૂખખાન અને ટીમ તૈયાર હોવાના રિપોર્ટ હજુ તાજા જ છે. ડોન-3માં અમિતાભ બચ્ચન સહિત અનેક સરપ્રાઈઝ જોવા મળશે અને હાલ ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મ ફલોર પર પહોંચે તે પહેલા વધુ એક સરપ્રાઈઝ મળી છે. ફેમસ પોર્ન સ્ટાર શાહરૂખની ફિલ્મમાં કામ કરવા માંગે છે. શાહરૂખે અગાઉ સની લિઓની સાથે કામ કર્યું છે, પરંતુ આ વખતે નવી એન્ટ્રી છે.

ફેમસ પોર્ન સ્ટાર કેન્દ્રા લસ્ટે દાવો કર્યો હતો કે, તે શાહરૂખના નેકસ્ટ પ્રોજેકટ ડોન 3માં છે. તેણે ટિવટર હેન્ડલ પર શાહરૂખનો ઉલ્લેખ કરીને ડોન 3 માં તેની સાથે કામ કરવાની તૈયારી બતાવી હતી. આ સાથે રિતેશ સિધવાણી, ફરહાન અખ્તરનો ઉલ્લેખ કરીને પોતે આ પ્રોજેકટમાં હોવાનું કહ્યું હતું. કેન્દ્રાએ થોડા દિવસ પહેલા એક પોસ્ટર શેર કર્યું હતું, જેમાં જવાન ફિલ્મના પોસ્ટરમાં તે અને શાહરૂખ સાથે હતા. પોસ્ટમાં કેન્દ્રાએ જવાનના ટીઝરને એપ્રિશિએટ કરવાની સાથે શાહરૂખ સાથે કામ કરવા પોતે ઉત્સુક હોવાનો દાવો પણ કર્યો હતો.

ડોન-3ની સ્ક્રિપ્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે. અગાઉ ફિલ્મની સ્ક્રીપ્ટ વિચારી હતી, પરંતુ તેમાં ફ્રેશ આઈડીયા ન હોવાનું લાગતા થોડો સમય કામ રોકી દેવાયુ હતું. હવે એકસાઈટીંગ આઈડીયા મળી ગયો અને ડોન 3 ની તૈયારીઓ આગળ વધી છે. ફરહાને સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું છે અને ટુંક સમયમાં શાહરૂખને નેરેશન પણ આપશે. ફિલ્મને આગળ ધપાવવાના રિપોર્ટ વચ્ચે કેન્દ્રા લસ્ટના સમાવેશ અંગે ફિલ્મના મેકર્સ તરફથી કોઈ ઓફીશિયલ એનાઉન્સમેન્ટ થઈ નથી.


Related News

Loading...
Advertisement
Advertisement