ઉદયપુર હત્યા: જેહાદી ગૌશ મોહમ્મદે પાકમાં તાલીમ લીધી હતી

30 June 2022 12:05 PM
India
  • ઉદયપુર હત્યા: જેહાદી ગૌશ મોહમ્મદે પાકમાં તાલીમ લીધી હતી

મુખ્ય કામ રાજસ્થાનમાં સ્લીપર સેલ ઉભા કરવાનું સોંપાયું: એનઆઈએ તપાસ હવે શરૂ થશે

નવી દિલ્હી: રાજસ્થાનના ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં સોશ્યલ મીડીયા પોષ્ટ અપલોડ કરનાર કનૈયાલાલની ગળું કાપીને કરાયેલી હત્યાના તાર છેક પાક સુધી જોડાયાના ઘટસ્ફોટ થયા બાદ જો એ પણ જાહેર થયું છે કે હત્યાનો એક આરોપી ગૌશ મોહમ્મદ 2014માં પાકિસ્તાન પણ જઈ આવ્યો હતો અને તે પાક સ્થિત સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે જોડાયેલો છે.

રાજસ્થાન પોલીસે આ હત્યામાં બે મુખ્ય આરોપીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ મુખ્ય આરોપી મોહમ્મદ રીયાઝ અતારી ઈસ્લામીક સ્ટેટ (આઈએસ)ના સ્લીપર સેલ સમાન અલસુફા સાથે જોડાયો હોવાનું પણ તપાસમાં ખુલ્યુ છે. ગૌસ મોહમ્મદ 2014માં પાકમાં આ પ્રકારે સ્લીપર સેલની તાલીમ લઈને આવ્યો હતો અને બાદમાં તેણે રાજસ્થાન સહિતના રાજયોમાં આ પ્રકારના સ્લીપર સેલ પણ તૈયાર કર્યા હોય તેની તપાસ ચાલુ છે. ખાસ કરીને ધર્મના નામે બ્રેઈનવોશ મારફત તે આ પ્રકારે યુવાનોને સ્લીપર સેલ સાથે જોડતો હતો. હવે એનઆઈએ આ તપાસમાં બન્ને હત્યારાઓને દિલ્હી લઈ આવે તેવા સંકેત છે.


Related News

Loading...
Advertisement
Advertisement