કમલ હાસન સ્ટારર ફિલ્મ ‘વિક્રમ’ 8મી જુલાઈએ OTT પર રિલીઝ

30 June 2022 04:46 PM
Entertainment India
  • કમલ હાસન સ્ટારર ફિલ્મ ‘વિક્રમ’ 8મી જુલાઈએ OTT પર રિલીઝ

ફિલ્મે ટિકિટબારી પર 400 કરોડની કમાણી કરેલી

મુંબઈ : ટિકિટબારી પર ધૂમ મચાવનાર અને અત્યાર સુધીમાં રૂા. 400 કરોડથી વધુની કમાણી કરનાર કમલ હાસન સ્ટારર ફિલ્મ ‘વિક્રમ’ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની હોટ સ્ટાર પર 8મી જુલાઈએ રિલીઝ થઇ શકે છે.

‘વિક્રમ’ ફિલ્મની હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પ્રસારિત થશે. ‘વિક્રમ’ એક એકશન ડ્રામા ફિલ્મ છે, જેમાં કમલ હાસન ઉપરાંત વિજય સેતુપતિ, ફહાદ ફાસીલ મુખ્ય ભૂમિકામાં ચમકે છે. ફિલ્મનું નિર્દેશન લોકેશ કનગરેજ કર્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement