રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના કેશિયરની રૂ.71.43 લાખની ઉચાપત

01 July 2022 11:57 AM
Rajkot Crime
  • રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના કેશિયરની રૂ.71.43 લાખની ઉચાપત

ખાતા ધારકો પૈસા જમા કરાવવા આવે તે નાણા અંગત ઉપયોગ માટે લઇ અને કેશિયર બેન્કમાંથી એન્ટ્રી ડીલીટ કરી દેતો: અમુક ખાતાધારકોની ખોટી સહીઓ કરી નાણાં ઉપાડી લીધા:પાટણવાવ પોલીસ મથકમાં ડેપ્યુટી મેનેજર ગોપાલભાઈ રાદડિયાએ બેન્ક કેશિયર વિકાસ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

રાજકોટ,તા.1 : રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કની પાટણવાવ પાસેની વડોદર બ્રાન્ચમાં બેન્ક કેશિયરે રૂ.71.43 લાખની છેતરપીંડી કરી હોવાનું માલુમ પડતા જ પાટણવાવ પોલીસ મથકમાં છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.બેન્ક કેશિયર દ્વારા ખાતાધારકો એકાઉન્ટમાં જમા કરાવવા આવતા પૈસા બેન્કમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગ માટે લઈ તે પૈસાની એન્ટ્રી ડીલીટ કરી ગ્રાહકો સાથે છેતરપીંડી કરી હોવાનું પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગતો મુજબ, જેતપુર રહેતા અને ધોરાજીની રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કમાં નોકરી કરતાગોપાલભાઈ ભીખાભાઈ રાદડીયા(પટેલ)(ઉ.વ.56)એ ફરિયાદમાં ધોરાજીના મોટી પાનેલીમાં રહેતા બેન્ક કેશિયર તરીકે નોકરી કરતા વિકાસ રતીલાલ લાખાણીનું નામ આપતા તેની સાથે કલમ 406, 408, 409, 420, 465, 467, 468 અને 471 હેઠળ કાર્યવાહી કરી હતી.ગોપાલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્ક ધોરાજી મેઈન શાખામાં ડેપ્યુટી મેનેજર (ઝોનલ) ધોરાજી જોન તરીકે ફરજ બજાવુ છુ અને ધોરાજી તથા ઉપલેટા તાલુકામાં આવેલ રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્કની શાખાઓની કામગીરીનું સુપર વિઝન કરવાનુ મારૂ કામ છે અને ધોરાજી તાલુકાના વાડોદર ગામે રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્કની શાખા મારા કાર્યક્ષેત્ર નીચે આવે છે.

મારા કાર્યક્ષેત્રમાં આવતી બેંકોનુ આંતરીક ઓડીટ દર ત્રણ મહીને કરવાનું હોય છે અને છેલ્લે માર્ચ 2022 સુધીનુ કરેલ છે અને આ વાડોદર ગામે રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્ક બેન્ક મેનેજર તરીકે તા.01/11/2021 થી રાજુભાઈ રાવલ ફરજ બજાવતા હતા અને હાલ તેઓ સસ્પેન્ડ છે અને તેની બદલી પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે કરવામાં આવેલ છે અને કેશીયર તરીકે તા.29/06 /2019 થી વિકાસભાઈ રતીલાલ લાખાણી ફરજ બજાવતા હતા.હાલ તેઓ સસ્પેન્ડ છે અને મોરબી જીલ્લાના વાઘપર ખાતે તેઓની બદલી કરવામા આવેલ છે.જેઓને હું સારી રીતે ઓળખુ છું.ગઈ તા.03/06/2022 ના રોજ હું સમઢીયાળા ગામ મારા કાર્યક્ષેત્રમાં આવતુ હોય જેથી આંતરીક ઓડીટ માટે ગયેલ હતો.ત્યારે મારા મોબાઈલ ફોન પર વાડોદર ગામેથી રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેન્કની શાખાના બેન્ક મેનેજર રાજુભાઈ રાવલનો ફોન આવેલ અને તેઓએ મને કહેલ કે વિજયભાઈ બાબુભાઈ સાવલીયા રજુઆત કરેલ કે મારા બેન્કના ખાતામાંથી મે ત્રણ લાખ રૂપીયા ઉપાડેલ નથી છતા ખાતામાંથી ત્રણ લાખ રૂપીયા ઉપાડેલ જણાય છે.જેથી ઓછા બતાવે છે.

જેથી હું સમઢીયાળાથી વાડોદર અમારી શાખા ખાતે ગયેલ અને તપાસ કરતા વાડોદર શાખાના કેશીયર તરીકે વિકાસભાઈ રતીલાલ લાખાણી ઉપર શંકા જતા અમોએ તથા બેંકના વિઝીલન્સ મેનેજર મગનભાઈ.ડી.કાછડીયા કે.બી.રામોલીયા તથા એમ.એલ.નરોડીયા તથા એ.જે.વઘાસીયાનાઓ દ્વારા તપાસ કરી હતી.જેમા વાડોદર શાખાના કેશીયર વિકાસભાઈ લાખાણીએ વાડોદર શાખાના ખાતા ધારક ખીમાભાઈ ગગાભાઈ દાસાણી ના ખાતા સી.આઈ.એફ. (કસ્ટમર ઇંફોર્મેશન ફાઈલ) માંથી મોબાઈલ નંબર કાઢી તેઓએ ચેક નંબરનો દુર ઉપયોગ કરી પોતે જ પોતાના અક્ષરમા ચેક લખી અંગુઠાનુ નીશાન કરી પોતાના સ્વહસ્તાક્ષરથી અન્યની સહી કરી અંગુઠો ઓળખાવી રૂ.5,000,20 ની રકમના ચેક સામે રૂ .500000/- આર.ટી.જી.એસ.ની સ્લીપ પોતે જ ભરી કેતનકુમાર એ.જાગાણી મોરબી ઇન્ડુસ બેંકના ખાતામાં તેમજ કમીશનની રકમ રૂ.20 મળી કુલ રૂ. 500020 ની સ્લિપ ભરી ગ્રાહકની સહીમા પોતાની સહી કરી ચેક પાસ કરેલ આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર કરી તેમજ અન્ય કુલ 20 જેટલા ખાતા ધારકોના અલગ અલગ રકમ સહિત રૂ.71.43 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ કરતા પાટણવાવ પોલીસના પીએસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલા અને હેડકોન્સ્ટબલ વિશાલભાઈ હુણ સહિતના સ્ટાફે તપાસ આદરી છે.

છેતરપીંડીનો ભોગ બનનાર બેન્કના ખાતાધારકો
1) ખીમાભાઈ ગગાભાઈ દસાણી, 2) અશ્ર્વીનભાઈ શાર્દુલભાઈ ડાંગર અને વનિતાબેન અશ્ર્વિનભાઈ ડાંગર, 3) જીવુબા બળવંતસિંહ વાઘેલા, 4) પ્રફુલભાઈ રાઘવભાઈ લાખાણી, 5) પ્રફુલ ટપુભાઈ ડાવરા, 6) મેરામભાઈ ખોડાભાઈ છૈયા, 7) પેથલજીભાઈ રાજાભાઈ મિયાત્રા, 8) ગાંડુંભાઈ રણછોડભાઈ લાખાણી, 9) જયાબેન કાનજીભાઈ રૂડાણી અને કાનજીભાઈ રૈયાભાઈ રૂડાણી, 10) વિજયભાઈ બાબુભાઈ સાવલિયા, 11) વિઠ્ઠલભાઈ આંબાભાઈ લાખાણી અને જયાબેન વિઠ્ઠલભાઈ, 12) મનસુખભાઈ નાજાભાઈ મૈયડ અને શાંતાબેન મનસુખભાઈ મૈયડ, 13) પરસોતમભાઈ ટપુભાઈ રૂડાણી, 14)ભાવેશભાઈ ચુનીભાઈ રાબડીયા, 15) પ્રતાપબા રાયમલજી વાઘેલા અને અશોકસિંહ રાયમલજી વાઘેલા, 16)ભનુભાઈ પદ્માભાઈ દેસાઈ, 17) પરસોતમભાઈ રણછોડભાઈ ટાંક અને મંજુલાબેન પરસોતમભાઈ ટાંક, 18) મગનલાલ ગોપાલભાઈ પાચાણી,19) હમીરભાઈ સર્દુલભાઈ ડાંગર અને શાંતાબેન હમીરભાઈ ડાંગર,20) દિનેશભાઈ અરજનભાઈ વીરડા અને મધુબેન દિનેશભાઈ વીરડા.


Related News

Loading...
Advertisement
Advertisement