‘રોકેટ્રી: ધી નાંબી ઈફેકટ’: દેશના અંતરિક્ષ વિજ્ઞાની સાથે થયેલા અન્યાયની કથા

01 July 2022 05:16 PM
Entertainment
  • ‘રોકેટ્રી: ધી નાંબી ઈફેકટ’: દેશના અંતરિક્ષ વિજ્ઞાની સાથે થયેલા અન્યાયની કથા

ઓસ્કાર માટે નામાંકન થઈ શકે તેવો ફિલ્મનો વિષય અને રજૂઆત : રિયલ હિરો પર ફિલ્મ બનાવનાર રિલ હિરો માધવનને પણ ફિલ્મની રિલીઝને લઈને પગે પાણી આવી ગયા

મુંબઈ તા.1 : આપણા દેશમાં દાણચારોને કે બુટલંગરને હીરો બનાવીને ઘણી ફિલ્મો હિન્દી ફિલ્મ નિર્માતાઓએ બનાવી છે ને વળી પ્રજાએ પણ આવી ફિલ્મોને હિટ પણ કરી છે પરંતુ વૈજ્ઞાનિકના વિષય પર ફિલ્મો બની નથી અથવા તો ગણ્યાગાંઠયા પ્રયાસ થયા છે, આ સંજોગોમાં આર.માધવન નાસાની તગડા પગારની નોકરી ઠુકરાવીને ઈસરોમાં ઓછા પગારની નોકરી કરનાર અંતરિક્ષ વિજ્ઞાની નાંબી નારાયણનના જીવન પર બાયોપીક ‘રોકટ્રી: ધી નાંબી ઈફેકટ’ લઈને આવ્યા છે. આજ દેશભરમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે.

‘રોકટ્રી....’ એક એવા વિષય પર બનેલી ફિલ્મ છે. જેમાં લોકો પોતાના હુનરથી દેશ માટે કંઈ કરવાનું જુનુન રાખે છે અને પછી તેની આસપાસના લોકો તેની પાછળ ખંજર ભોંકે છે અને ખોટા આરોપોમાં ફસાવીને તેને જેલના સળીયા પાછળ ધકેલી દે છે. આ ફિલ્મ બતાવે છે કે જો નાંબી નારાયણને કાવતરું રચીને જેલમાં ન નાખવામાં આવ્યા હોત અને તેમના અંતરીક્ષ વિજ્ઞાન પરના કામને અટકાવાયું ન હોત તો આજે ઈસરો નંબર વન સ્પેસ એજન્સી હોત. ‘રોકટ્રી: ધી નાંબી ઈફેકટ’ માત્ર નાંબી નારાયણન સાથે થયેલી અન્યાયની જ કથા નથી બલ્કે પુરા દેશની સાથે થયેલા અન્યાય કે જેને લઈને આપણે અંતરિક્ષ વિજ્ઞાનમાં પાછળ રહી ગયા.

ફિલ્મના રિયલ હીરો નાંબી તો ઠીક પણ આ ફિલ્મના રિલ હિરો આર.માધવનને પણ ખૂબ ગાળો ખાઈ રહ્યા છે. દર્શકોને તો છોડો પણ ફિલ્મ જગતના મોટા સ્ટાર્સે પણ આ ફિલ્મના બારામાં પ્રશંસાનો એક પણ શબ્દ નથી બોલ્યા. કોરોના લોકડાઉન દરમિયાન આ ફિલ્મને ઓટીટી પર રજૂ કરવા લોભામણી ઓફરો માધવનને મળી હતી પણ માધવને તેને બીગ સ્ક્રીન પર રિલીઝ કરવાનું નકકી કર્યું. ફિલ્મમાં નાંબીની પત્ની મીરાનો રોલ તમિલ અભિનેત્રી સિમરને કર્યો છે. ‘રોકટ્રી’.... એક એવી ફિલ્મ છે જે આપની આંખો આંસુથી ભરી દે છે. માધવનને ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી શકે, કે ઓસ્કાર માટે નામાંકન માટે લાયક ઠરે તેવી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરુખખાન નાંબીનો ઈન્ટરવ્યુ લેનારના નાનકડા પાત્રમાં જોવા મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement