નવીદિલ્હી, તા.1
ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હતા તે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મુકાબલો આજથી એજબેસ્ટનમાં શરૂ થઈ જવા પામ્યો છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરતાં ભારતને દાવ લેવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે પણ પ્રથમ બેટિંગ કરતાં મજબૂત શરૂઆત કરી હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વિનાવિકેટે 27 રન બનાવી લીધા હતા.
જો કે આ સ્કોર હજુ આગળ વધે તે પહેલાં જ શુભમન ગીલ 17 રન બનાવી આઉટ થ, જતાં ટીમને પહેલો ઝટકો 27 રને જ લાગી ગયો હતો. આજે રોહિત શર્માની ગેરહાજરીમાં પહેલીવાર ચેતેશ્ર્વર પુજારા ઓપનિંગ કરી રહ્યો છે. બીજી બાજુ આજે ટીમ ઈન્ડિયા ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાને ઉતરી છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ઉપર એક નજર કરવામાં આવે તો ચેતેશ્ર્વર પુજારા, શુભમન ગીલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સીરાજ, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શામીને સ્થાન આપવામાં આવ્યું છે. શુભમન ગીલના આઉટ થયા બાદ ચેતેશ્વર પુજારાનો સાથ આપવા માટે હનુમા વિહારી ક્રિઝ પર આવ્યો છે.