ઇરાનથી ચીન સુધી 6ની તીવ્રતાનો ભૂકંપ

02 July 2022 11:39 AM
India World
  • ઇરાનથી ચીન સુધી 6ની તીવ્રતાનો ભૂકંપ

સાઉદી અરેબીયા, પાકિસ્તાન સહિતના દેશોમાં ધ્રુજારી: ઇરાનમાં વ્યાપક નુકસાન-3ના મોત

તહેરાન, તા.2
ઇરાનમાં આજે જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 6ની તીવ્રતાના આ ભૂકંપમાં ત્રણ લોકોના મોતના અહેવાલો છે તો આજે વહેલી સવારે 3.29 વાગ્યે ચીનમાં પણ 4.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

આ અંગેની વિગત મુજબ ઇરાનમાં ભારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ હોર્મોજગન પ્રાંતના બંદરગાહ શહેર અબ્બાસના દક્ષિણ-પશ્ર્ચિમમાં 100 કિલોમીટર (60 માઇલ) નીચે હતું. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 રહી હતી.ભૂકંપના ઝટકા એટલી હદે તેજ હતા કે તેના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.ઇરાનમાં 7 દિવસમાં આ બીજો ભૂકંપ છે.

ગત શનિવારે ઇરાનમાં 5.6ની તીવ્રતાને ભૂકંપ આવ્યો હતો. રિપોર્ટ અનુસાર ભૂકંપ કિશ પ્રાતથી 30 કિ.મી. ઉત્તર પૂર્વમાં આવ્યો હતો. અને તેનું કેન્દ્ર 10 કિ.મી.ના ઉંડાણમાં હતું જો કે તે સમયે જાનમાલને નુકસાન નહોતું થયું.

ચીનની ધરા પણ આજે ધ્રુજી હતી. શનિવારે વહેલી સવારે 3.29 વાગ્યે ચીનના શિન જિયાંગ શીંગમાં ભૂકંપ આવ્યો હતો. 4.3ની તીવ્રતાના ભૂકંપથી શિનજિયાંગ હલી ઉઠયું હતું. ભૂકંપનું કેન્દ્ર 10 કી.મી.ના ઉંડાણમાં હતું. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ (સીએનસી) અનુસાર આ પહેલા 1 જૂને પણ ઇશીલ પશ્ચિમ ચીનના સિમુઆન પ્રાંતમાં અબા તિબતી કિયાંગ સ્વાયતા પ્રાંતમાં માયરકાંગ શહેરમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર અનુસાર 6 જૂને પણ 50.ની તીવ્રતાનો એક ભૂકંપ ચીનના ઝિંજિયાંગ ક્ષેત્રને હલબલાવી દીધું હતું. એ પહેલા 1 જૂને દક્ષિણ પશ્ચિમ ચીનના સિંચુઆન પ્રાંતના યાઆન શહેરના લુશાન કાઉન્ટીમાં 6.1 તિવ્રતાનો ભૂકંપ આવયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement