ગાંધીનગર તા.2
શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકુલ-કલોલ સંસ્તા હેઠળ આવતી પીએસએમ હોસ્પીટલના કારોબારી સભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી ચેતનભાઈ રામાણએ જણાવેલ છે કે સ્વામિનારાયણ ભગવાન દ્વારા આપવામાં આવેલ સંદેશ ‘સર્વજીવ હિતાવહ’ની ઉમદા ભાવનાને ધ્યાનમાં રાખીને તેમજ અમારા ગુરૂ તેમજ સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતના દ્વાર સમાન ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલ આરોગ્ય, શિક્ષણ અને સમાજ કલ્યાણના ક્ષેત્રોમાં કાર્યરત છે.
ત્યારે ગુજરાત રાજયમાં પ્રથમ વખત સ્વામીનારાયણ યુનિવર્સીટીનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ અને કેળવણી સાથે સંસ્કારોનું સિંચન કરાશે તેમજ પીએસએમ (પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટી સ્પેશ્યાલીટી) હોસ્પીટલ જેમાં હજારો દર્દીઓને રાહત દરે તેમજ જરૂર જણાયે વિનામૂલ્યે સારવાર અપાશે.
તા.1/7ના આ બન્ને સંસ્થાનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ સમારોહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. તેમજ સંતો તેમજ હોસ્પીટલના કારોબારી સભ્યો દ્વારા તેઓનું શાલ, મેમોન્ટો, ફુલહાર ભેટ આપી અલગ અલગ રીતે સન્માન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ છે જે શુભ મુહૂર્ત માટે જાણીતો છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય તેમજ તેઓની સુખાકારી માટે આજે થયેલ ભૂમીપૂજન મારા હસ્તે કરાવવામાં આવ્યો તેના માટે હું આભારી છું કારણ કે પોતે સ્વામીનારાયણ ભગવાને છપૈયા જેવી પાવન ધરતી પર જન્મ લઈ નેપાળથી ક્ધયાકુમારી તેમજ અટકથી કટક સુદી વન વિચરણ કરી કેટ કેટલાય સમાજ સુધારક કાર્યો કર્યા છે.
સ્વામીનારાયણ સંપ્રદાયનો ગુજરાતના શિક્ષણ વિકાસ કાર્યોમાં પણ સિંહફાળો રહ્યો છે કારણ કે તેઓએ દર અંતરીયાળ વિસ્તારના બાળકોની કેળવણી કરી માતૃપ્રેમ પુરો પાડી તેમનું ઘડતર કર્યુ છે તદઉપરાંત વાવાઝોડુ, દુકાળ, પુર, ભુકંપ જેવી કુદરતી આફતોમાં પણ જરૂર પડેલ તમામ મદદો પુરી પાડી સમગ્ર દેશને રાહત આપવાનું કામ સ્વામીનારાયણ સંસ્થા કરે છે.
આ પ્રસંગે શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્યો, પદાધિકારીઓ વિગેરે મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા.