ROCKETRY: યે ઈમાનદારી કી ઉડાન હૈ!

02 July 2022 12:23 PM
Entertainment India
  • ROCKETRY: યે ઈમાનદારી કી ઉડાન હૈ!
  • ROCKETRY: યે ઈમાનદારી કી ઉડાન હૈ!

2019ની સાલમાં ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નમ્બી નારાયણનને ભારત સરકારે ‘પદ્મભૂષણ’ના પુરસ્કારથી નવાજ્યા. કમનસીબે, એમનું ઘણું ખરું જીવન સરકારે જ એમના પર થોપેલાં ‘દેશદ્રોહી’ના આરોપને ખોટો પૂરવાર પસાર થયું. પોતાની હટકે ફિલ્મોની પસંદગી માટે જાણીતાં અભિનેતા આર.માધવનને નમ્બી નારાયણનની જીવનવાર્તાનું એટલું ઘેલું લાગ્યું કે તે પોતે જ આ ફિલ્મનો રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર બની ગયો.

બાયોગ્રાફિકલ ડ્રામા અને એ પણ સાયન્સ જોન્રે સાથે! અઢળક રીસર્ચ માંગી લે એવો પ્રોજેકટ હતો આ! પરંતુ આર.માધવને તે સુપેરે પાર પાડ્યો. ફિલ્મને ત્રણ ભાષા અંગ્રેજી, તમિલ અને હિન્દીમાં શૂટ કરવામાં આવી અને કુલ છ ભાષાઓમાં રીલિઝ કરવામાં આવી.

દક્ષિણ ભારતના ત્રાવણકોર રાજ્યના (હાલનું તિરૂઅનંતપુરમ્) નાગરકોઇલમાં જન્મેલાં નમ્બી નારાયણન ઉચ્ચકક્ષાના એરોસ્પેસ એન્જિનિયર અને વૈજ્ઞાનિક. તેમણે ભારતમાં સ્પેસ-સાયન્સની પ્રગતિ થાય એ માટે પોતાની નાસાની નોકરીને ઠુકરાવી દીધેલી! દેશ માટે લોહી-પરસેવો એક કરીને એમણે અવકાશક્ષેત્રે અવનવી ટેક્નોલોજી લાવવાનું કામ કર્યુ.

પરંતુ આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રોઓ ભોગ બનવાને કારણે એમના પર એવો આરોપ લગાવી દેવામાં આવ્યો કે તેઓ પાકિસ્તાનને ભારતની સિક્રેટ ટેક્નોલોજી વેચી રહ્યા છે! બસ, ત્યારથી એમનું જીવન કાયદાની આંટીઘૂંટીમાં સપડાઈ ગયું. નમ્બી નારાયણનને પોતાની નિર્દોષતા સાબિત કરવામાં વર્ષો વીતી ગયા.

ફિલ્મની શરૂઆત નમ્બી નારાયણન પર લાગેલાં જૂઠા દેશદ્રોહના આરોપ સાથે થાય છે. દક્ષિણ ભારતીય કલ્ચરને તેના પૂર્ણ સ્વરૂપમાં દર્શાવતી આ ફિલ્મ આર.માધવનની ઉત્કૃષ્ટ ફિલ્મોમાંની એક કહી શકાય. ‘રોકેટ્રી’માં શાહરૂખ ખાનનો સ્પેશિયલ અપિરિયન્સ છે, જે નમ્બી નારાયણનનો ઈન્ટરવ્યૂ લઈ રહ્યો છે. માધવન છેલ્લે નેટફ્લિક્સની જબરદસ્ત કોમેડી સીરિઝ ‘ડી-કપલ્ડ’માં અભિનેતા તરીકે ચમક્યો હતો.

‘રોકેટ્રી’ બાયોગ્રાફિકલ ડ્રામા હોવાની સાથોસાથ અવકાશક્ષેત્ર અને વિજ્ઞાનની પણ ચર્ચા કરતી હોવાને કારણે તેમાં રીસર્ચ અને સ્ટોરી, આ બંને પરિબળોનું સંતુલન જળવાવું અત્યંત જરૂરી હતું. આર.માધવનની કલમમાં એ તેજ છે, જેના લીધે આ શક્ય બન્યું છે. ફિલ્મ બેશક લાંબી લાગી શકે, પરંતુ જોવામાં બિલ્કુલ કંટાળો આવે એમ નથી. બાળકો સહિત પરિવાર સાથે નિહાળવા જેવી ફિલ્મ.

કેમ જોવી?: એ.પી.જે. અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈ જેવા ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિકોની હરોળમાં જેમને મૂકી શકાય એવા નમ્બી નારાયણનની જીવનગાથાને ચૂકી જવા જેવી નથી, માટે!

કેમ ન જોવી?: એ.પી.જે. અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈ જેવા ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિકોની હરોળમાં જેમને મૂકી શકાય એવા નમ્બી નારાયણનની જીવનગાથાને ચૂકી જવા જેવી નથી, માટે!

સાંજસ્ટાર:
ચાર ચોકલેટ.

-: ક્લાયમેક્સ :-
‘સોની લિવ’ ઑટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી ‘રોકેટ બોય્ઝ’ વેબસીરિઝ તમને પસંદ પડી હોય, તો આ ફિલ્મ ખરેખર તમારા માટે જ બની છે.


Related News

Loading...
Advertisement
Advertisement