નાથન લાયને તોડ્યો કપિલ દેવનો રેકોર્ડ: સૌથી વધુ વિકેટ લેવા મામલે ટોપ-10માં સામેલ

02 July 2022 12:27 PM
Sports
  • નાથન લાયને તોડ્યો કપિલ દેવનો રેકોર્ડ: સૌથી વધુ વિકેટ લેવા મામલે ટોપ-10માં સામેલ

નવીદિલ્હી, તા.2 : ઑસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટમાં મેજબાન શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું છે. પહેલી ટેસ્ટમાં નવ વિકેટ લેનારા ઑસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયને ટેસ્ટમાં 436 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં દસમું સ્થાન મેળવ્યું છે. નાથને ભારતના કપિલ દેવ (434), શ્રીલંકાના રંગના હેરાથ (433) અને ન્યુઝીલેન્ડના રિચર્ડ હેડલીને પાછળ છોડી દીધા છે.

ટેસ્ટ ક્રિકેટમાં 800 સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે નોંધાયેલો છે. શ્રીલંકાની બીજી ઈનિંગમાં લાયન અને ટ્રેવિસ હેડે ચાર-ચાર વિકેટ મેળવી હતી. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી લંકાની ટીમ 212 રનમાં આઉટ થઈ હતી. ઑસ્ટ્રેલિયાએ તેના જવાબમાં 321 રન બનાવ્યા હતા. આ રીતે ઑસ્ટ્રેલિયા પહેલી ઈનિંગના આધારે 109 રનથી આગળ હતી. લંકાની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 113 રન જ બનાવી શકી હતી જેના કારણે ઑસ્ટ્રેલિયાને જીત માટે માત્ર પાંચ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેને ચાર બોલમાં જ હાંસલ કરી લીધો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement